ગુજરાતની ચૂંટણીમાં જ્ઞાતિનું ગણિત, જાણો કયો સુમદાય બદલશે પરિણામો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી એક-બે દિવસમાં જાહેર થઇ જશે. જેમાં દરેક વખતની જેમ આ વખતે પણ ચૂંટણીમાં જ્ઞાતિનું ગણીત જોવાઇ રહ્યું છે. દરેક પક્ષ જાતી આધારિત ઉમેદવારો પસંદ કરે છે. જેમાં ચૂંટણીમાં જ્ઞાતિ અને ધાર્મિક સમીકરણો કેટલા મહત્વના છે તે તમામ પક્ષો જાણે છે. ત્યારે જ દરેક રાજકીય પક્ષ ઓબીસી, દલિત, મુસ્લિમ, પાટીદાર અને આદિવાસી મતો પર નજર રાખી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાત: BJPએ યુવાનોને પોતાની તરફ આકર્ષવા બનાવ્યો ખાસ ડિજિટલ પ્લાન
આદિવાસી-મુસ્લિમોના મતો ખૂબ મહત્વના
ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણીમાં ગુજરાતના પાટીદારો, દલિતો, આદિવાસી-મુસ્લિમોના મતો ખૂબ મહત્વના છે. આ સમુદાયો પાસે ચૂંટણીના પરિણામો બદલવાની શક્તિ છે. તેમાં પાટીદાર ભારતમાં જોવા મળતી એક જાતિ છે. તે પરંપરાગત રીતે જમીન માલિક અને ખેતી કરતી જાતિ છે. તેઓ ગુજરાતના દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે અને ગુજરાત રાજ્યમાં પ્રબળ જાતિઓમાંની એક છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘટના: 135 નિર્દોષોના જીવ ગયા અને OREVAના માલિકે પુસ્તકમાં બોલ બચન કર્યા
ગુજરાતમાં 18થી 19 ટકા મત પાટીદારો પાસે
દરેક રાજકીય પક્ષ માટે પાટીદાર મતો કેમ મહત્ત્વના છે તેનો જવાબ એ છે કે ગુજરાતમાં 18થી 19 ટકા મત પાટીદારો પાસે છે. ગુજરાત વિધાનસભાની 40 બેઠકો પર પાટીદાર મતદારોનો સીધો પ્રભાવ છે. વર્ષ 2017માં ભાજપને રાજ્યમાં પાટીદાર આંદોલનનો માર સહન કરવો પડ્યો હતો. જોકે આ વખતે ચિત્ર અલગ છે. પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હવે ખુદ ભાજપનો એક ભાગ છે. આવી સ્થિતિમાં આ ચૂંટણીમાં ભાજપને પાટીદાર મત મળશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘટનામાં જવાબદાર કંપનીએ પોલિટિકલ પાવર વાપરી પિતા-પુત્રને “વધેર્યા”
ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ આદિવાસી મતો પર પકડ રાખે છે
ગુજરાતમાં મુસ્લિમ સમાજના મતનું પણ ખૂબ મહત્વ છે. રાજ્યની વિધાનસભાની 35થી 38 બેઠકોના પરિણામોને પ્રભાવિત કરવાની શક્તિ મુસ્લિમ મતો ધરાવે છે. તેમની સંખ્યા વિશે વાત કરીએ તો ગુજરાતમાં 9થી 10 ટકા મુસ્લિમો છે. ગુજરાતમાં કુલ 27 બેઠકો SC માટે અનામત છે. આ કુલ વસ્તીના 15 ટકા છે. કોંગ્રેસ-ભાજપની સાથે ભારતીય ટ્રાઈબલ પાર્ટી પણ આદિવાસી મતો પર પકડ રાખે છે.
આ પણ વાંચો: અમિત શાહ 4 દિવસ ગુજરાત પ્રવાસે, ભાજપ ઉમેદવારોના ધબકારા વધ્યા
12થી 15 બેઠકોના પરિણામોને સીધી પ્રભાવિત કરવાની શક્તિ
ગુજરાતમાં દલિતોની વસ્તી આઠ ટકા જેટલી છે. તેઓ તેમના મતોથી 12થી 15 બેઠકોના પરિણામોને સીધી પ્રભાવિત કરવાની શક્તિ ધરાવે છે. ગુજરાત વિધાનસભાની 13 બેઠકો SC માટે અનામત છે. તેમજ ગુજરાતની કુલ વસ્તીના 52 ટકા ઓબીસી છે. ઓબીસીમાં કોળી અને ઠાકોર એ બે મુખ્ય સમુદાયો છે જેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની બેઠકો પર જીતવા અને હારી જવાની શક્તિ ધરાવે છે. તેથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વોટબેંક પર નજર રાખી રહી છે.