બિહાર સરકાર દ્વારા જાતિ આધારિત સર્વે રિપોર્ટ જાહેર
- બિહાર સરકારે જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ રિપોર્ટના આંકડા પ્રમાણે 36 ટકા વસ્તી અત્યંત પછાત વર્ગ છે, જ્યારે 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિ હોવાનું જણાવ્યું છે.
બિહારની નીતીશ કુમાર સરકારે જાતિ ગણતરીના આંકડા જાહેર કર્યા છે. નીતીશ સરકારના આ જાતિ ગણતરીના રિપોર્ટના કારણે ઘણા રાજકીય પક્ષોને તેમની રણનીતિ બદલવી પડી શકે છે. સરકારી અહેવાલ મુજબ, બિહારમાં વસ્તી 36 ટકા અત્યંત પછાત, 27 ટકા પછાત વર્ગ, 19 ટકાથી થોડી વધુ અનુસૂચિત જાતિ અને 1.68 ટકા અનુસૂચિત જનજાતિ છે.
રાજ્યમાં જાતિના આધારે વસ્તી
- ક્રમ વર્ગ આંકડા ટકા
- પછાત વર્ગ 3,54,63936 27.1286%
- અત્યંત પછાત વર્ગ 4,70,80,514 36.0148%
- અનુસૂચિત જાતિ 2,56,89,820 19.6518%
- અનુસૂચિત આદિજાતિ 21,99,361 1.6824%
- જનરલ વર્ગ 2,02,91,679 15.5224%
- કુલ 13,07,25,310 100%
#WATCH | Bihar Government releases caste-based census report. pic.twitter.com/a0CJNUYAfx
— ANI (@ANI) October 2, 2023
આજે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે બિહાર સરકારે જાતિ ગણતરી પૂર્ણ કરી લીધી છે. મુખ્ય સચિવ અને અન્ય અધિકારીઓએ તેનો રિપોર્ટ જાહેર કર્યો છે. બિહાર સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં જાતિની વસ્તી 13 કરોડથી વધુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જાતિ આધારિત ગણતરીમાં કુલ વસ્તી 13 કરોડ 7 લાખ 25 હજાર 310 જણાવવામાં આવી છે.
ઉચ્ચ જાતિઓની સંખ્યા 15 ટકાથી વધુ
બિહાર સરકારના વિકાસ કમિશનર વિવેક સિંહે પત્રકાર પરિષદ યોજી હતી. જે અત્યારે મુખ્ય સચિવનો હવાલો સંભાળે છે. તેમણે કહ્યું કે બિહારમાં ઉચ્ચ જાતિઓની સંખ્યા 15.52 ટકા, ભૂમિહારની વસ્તી 2.86 ટકા, બ્રાહ્મણની વસ્તી 3.66 ટકા, કુર્મીની વસ્તી 2.87 ટકા, મુસહરની વસ્તી 3 ટકા, યાદવની વસ્તી 14 ટકા અને રાજપૂતની વસ્તી 3.45 ટકા છે. એમ ટોટલ ઉચ્ચ જાતિઓની સંખ્યા 15 ટકાથી વધુ છે.
CM નીતીશ કુમારે ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા
आज गांधी जयंती के शुभ अवसर पर बिहार में कराई गई जाति आधारित गणना के आंकड़े प्रकाशित कर दिए गए हैं। जाति आधारित गणना के कार्य में लगी हुई पूरी टीम को बहुत-बहुत बधाई !
जाति आधारित गणना के लिए सर्वसम्मति से विधानमंडल में प्रस्ताव पारित किया गया था।…
— Nitish Kumar (@NitishKumar) October 2, 2023
આંકડા જાહેર થયા બાદ સીએમ નીતિશ કુમારે ટ્વીટ કરીને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું છે કે જાતિ આધારિત ગણતરીનો પ્રસ્તાવ વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભાના તમામ 9 પક્ષોની સંમતિથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર તેના પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે અને તેની મંજૂરી 02-06-2022 ના રોજ મંત્રી પરિષદ દ્વારા આપવામાં આવી હતી. તેના આધારે રાજ્ય સરકારે પોતાના સંસાધનોમાંથી જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરી છે. જાતિ આધારિત વસ્તીગણતરી માત્ર જ્ઞાતિઓ જ ઉજાગર કરતી નથી પરંતુ દરેકની આર્થિક સ્થિતિ વિશે પણ માહિતી આપે છે. તેના આધારે તમામ વર્ગોના વિકાસ અને ઉત્થાન માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ટૂંક સમયમાં જ બિહાર વિધાનસભાના સમાન 9 પક્ષોની એક બેઠક બિહારમાં હાથ ધરવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને બોલાવવામાં આવશે અને તેમને જાતિ આધારિત વસ્તી ગણતરીના પરિણામો વિશે માહિતી આપવામાં આવશે.
બિહારમાં જાન્યુઆરી 2023માં જાતિ ગણતરીનું કામ શરૂ થયું હતું. બીજા તબક્કાનું કામ 15 એપ્રિલથી 15 મે સુધી ચાલ્યું હતું. પ્રથમ તબક્કામાં મકાનોની ગણતરી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં વસ્તીગણતરી અધિકારીઓ ઘરે-ઘરે જઈને લોકોની જાતિ અને તેમની આર્થિક વિગતોની માહિતી એકત્ર કરી હતી.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વેનું ગ્વાલિયરમાં કરશે લોકાર્પણ