ગુજરાત

અમદાવાદમાં રૂ. 25 કરોડથી વધુના ફટાકડા રાખવા વેપારીને ભારે પડ્યા

  • કાચી ચિઠ્ઠી પણ મળીને જેનો હિસાબ કોર્ડવર્ડમાં લખેલો
  • અંબિકા ફાયર ક્રેકર્સના સ્થળે દરોડામાં રૂપિયા 7 કરોડની રોકડ મળી
  • રાયપુર, શિવરંજની, એસજી હાઈવેની શોપ્સ પર દરોડામાં બોગસ બિલો મળ્યાં

અમદાવાદમાં રૂ. 25 કરોડથી વધુના ફટાકડા રાખવા વેપારીને ભારે પડ્યા છે. અંબિકા ફાયર ક્રેકર્સના સ્થળે દરોડામાં રૂપિયા 7 કરોડની રોકડ, કીંમતી દાગીના મળ્યા છે. જેમાં દિવાળી પહેલા જ રૂ. 25 કરોડથી વધુના ફટાકડાનો સ્ટોક ભેગો કરી લીધેલો હતો.

આ પણ વાંચો: વર્લ્ડ કપ ફાઈનલની મેચમાં સટ્ટાબજારમાં ગરમાવો, ટોસ જીતનાર પર ટીમ પર સટ્ટાની રકમ જાણી આંખો થશે પહોળી 

રાયપુર, શિવરંજની, એસજી હાઈવેની શોપ્સ પર દરોડામાં બોગસ બિલો મળ્યાં

રાયપુર, શિવરંજની, એસજી હાઈવેની શોપ્સ પર દરોડામાં બોગસ બિલો મળ્યાં છે. ગુજરાતમાં સેમી હોલસેલરો અને રિટેઇલરોને ફટાકડા સપ્લાય કરતા હતા. આવકવેરા વિભાગે શહેરમાં 10થી 15 સ્થળોએ અંબિકા ફાયર ક્રેકર્સના રાયપુર, શિવરંજની ચાર રસ્તા અને એસજી હાઇવે પર આવેલા ગોડાઉન, શોપ અને માલિકોના રહેઠાણે દરોડાની કાર્યવાહી હાથ ધરીને કરોડો રૂપિયાના બેનામી ટ્રાન્ઝેક્શનો પકડી પાડયા છે. ગુજરાતમાં સેમી હોલસેલરો અને રિટેઇલરોને ફટાકડા સપ્લાય કરતા હતા. ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમા લેવામા આવતું હતું જેના હિસાબો આઇટીને મળી ગયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: વર્લ્ડ કપની ફાઇનલમાં ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરશે તો જીતશે, જાણો કેમ

કાચી ચિઠ્ઠી પણ મળીને જેનો હિસાબ કોર્ડવર્ડમાં લખેલો

દિવાળી પહેલાથી તમામ ગોડાઉનામાં ફટાકડાનો મોટો સ્ટોક કરીને સપ્લાય શરૂ કરી દેવાયુ હતુ જેના બીલો જ મળતા નથી. અંદાજે 25 કરોડથી વધારે કિંમતના ફટાકડાનો સ્ટોક કરાયો હોવાનું જાણવા મળે છે. જેની તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગે ડીજીટલ ડેટા જપ્ત કર્યા છે પણ તેમા કોઇ રેકર્ડ મળી આવતો નહિ હોવાથી એક્સપોર્ટની મદદ લેવાઇ રહી છે. કાચી ચિઠ્ઠી પણ મળીને જેનો હિસાબ કોર્ડવર્ડમાં લખેલો છે જેના માટે અંબિકા ફાયરના માલિક કમલેશ મોદી સહિત અન્ય સ્ટાફની મદદ લેવાઇ રહી છે.

ગુજરાતભરના સેમિહોલસેલરો અને રિટેઇલરોમાં હોબાળો મચી ગયો

દિવાળી પહેલા કમલેશ મોદી સાથે સંકળાયેલો એક ચાર્ટર્ડ એકાઉન્ટે હિસાબી ગોટાળા સુલટાવવા માટે કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ બનાવીને બીલ જનરેટ કરવાની સિસ્ટમ બનાવી હતી. જેના કારણે ગુજરાતભરના સેમિહોલસેલરો અને રિટેઇલરોમાં હોબાળો મચી ગયો હતો. જેના પગલે આઇટીએ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતુ. વર્ષે દહાડે 100 કરોડથી પણ વધારેનુ ટર્નઓવર કરાય છે. દરોડા દરમ્યાન કમલેશ મોદી અને અંગત માણસોના રહેઠાણેથી રૂ.7 કરોડની રોકડ રકમ મળી છે.

Back to top button