- શિયાળામાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 18થી 22 ટકા જેટલો વધારો
- હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી
- ગુજરાતમાં વર્ષ 2021માં 42,555 કોલ્સ મળ્યા હતા
ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. ગુજરાતમાં વર્ષ 2021માં 42,555 કોલ્સ મળ્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં જામ્યો ઠંડીનો માહોલ, જાણો કયુ શહેર બન્યુ ઠંડુગાર
શિયાળામાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 18થી 22 ટકા જેટલો વધારો
છેલ્લા 11 મહિનામાં 66,397 ઈમરજન્સી મળ્યા છે. ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત ઈમરજન્સી કોલ્સ વધી રહ્યા છે, ઉનાળામાં 108 એમ્બ્યુલન્સ ઈમરજન્સી સર્વિસને કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સીના 172થી 180 કોલ્સ રોજના મળતાં હતા, જોકે શિયાળામાં અત્યારે 208થી 218 આસપાસ થયા છે. આમ ઉનાળાની સરખામણીએ શિયાળામાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 18થી 22 ટકા જેટલો વધારો થયો છે. એકંદરે વર્ષ 2023માં છેલ્લા 11 મહિનામાં કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સીના રોજના 199 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે, આ સિવાય અન્ય કેસ એવા હશે જેમાં જે તે સગા દર્દીને પોતાના વાહનમાં લઈને હોસ્પિટલે દોડયા હશે. આમ કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સીનો આંક ઊંચો જોવા મળ્યો છે. ગુજરાતમાં વર્ષ 2021માં કાર્ડિયાક ઈમરજન્સીના 42,555 કોલ્સ હતા, એ પછી વર્ષ 2022માં 56,277 અને વર્ષ 2023માં 11 મહિનામાં 66,397 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા છે. કાર્ડિયાક ઈમરજન્સીના સૌથી વધુ કોલ્સ અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધારે નોંધાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: GST બોગસ બિલિંગ કૌભાંડ અટકાવવા વધુ એક પ્રયાસ
હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી
ગુજરાતમાં શ્વાસ લેવાની તકલીફમાં પણ વધારો થયો છે. વર્ષ 2021માં ઈમરજન્સી સર્વિસને 66,333 કોલ્સ મળ્યા હતા, જે વર્ષ 2022માં 74,780 અને વર્ષ 2023ના 11 માસમાં 66,397 થયા છે. હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે ગુજરાતમાં યુવાનોના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેને લઈ ચિંતાનો માહોલ છે. તબીબોના મતે હૃદય ઉપર કોવિડની અસર તો થઈ જ છે. જે દર્દીમાં 20થી 22 ટકા આસપાસ બ્લોકેજ હતું તેવા ત્રણેક કિસ્સામાં દર્દીને કોરોના થયા પછી બ્લોકેજ 90 ટકા આસપાસ થયાનું સામે આવ્યું હતું. કોરોના રસીના કારણે હૃદય રોગના કેસ વધ્યા નથી, ઉલટાનું રસીથી કોરોનામાં લોકોના જીવ બચ્યા છે.