ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં હૃદયરોગને લગતા કેસ વધ્યા, દર્દીઓનો આંકડો જાણી રહેશો દંગ

  • હૃદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા વધ્યા
  • કાર્ડિયાકને લગતાં રોજના 214થી 215 જેટલા કોલ્સ મળ્યા
  • ગત વર્ષે સપ્ટેમ્બરમાં 6937 ઈમરજન્સી કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા

ગુજરાતમાં સપ્ટેમ્બરમાં હૃદયરોગથી રોજના 215 દર્દી હોસ્પિટલે પહોંચ્યા છે. જેમાં સપ્ટેમ્બર 2022માં 5,253 દર્દી હતા, આ વખતે 6,442 છે. શ્વાસ લેવામાં તકલીફના કેસમાં 19 ટકા જેટલો વધારો થયો છે. તેમજ 108 ઈમરજન્સીને શ્વાસ લેવા સંબંધી તકલીફના રોજના 275 જેટલા કોલ્સ મળ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 24 કલાકમાં જાણો કયા શહેરોમાં છે વરસાદની આગાહી

હૃદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા વધ્યા

ગુજરાતમાં ગત સપ્ટેમ્બર 2022ની સરખામણીએ સપ્ટેમ્બર 2023ના અરસામાં હૃદય રોગને લગતા ઈમરજન્સી કેસ અને શ્વાસ લેવામાં થતી સમસ્યા તદુપરાંત હાઈફિવરના કેસમાં જંગી ઉછાળો આવ્યો છે. હૃદય રોગના હુમલાથી અચાનક થતાં મોતના કિસ્સા એકાંતરે દિવસે સામે આવી રહ્યા છે, જે ખૂબ ગંભીર બાબત છે, હમણાં જ નવરાત્રિના ગરબાની પ્રેક્ટિસ વખતે હૃદય રોગના હુમલામાં યુવાનના મોતનો કિસ્સો સામે આવ્યો હતો જ્યારે રાજસ્થાન તીર્થ યાત્રાએથી પરત ફરી રહેલા અમદાવાદના 30 વર્ષના એક યુવાનને બસમાં હૃદય રોગનો હુમલો થતાં મોત થયું હતું. બીજી તરફ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સના ડેટા પ્રમાણે ગત સપ્ટેમ્બર 2022ના અરસામાં હૃદય રોગ-કાર્ડિયાકને લગતાં 5,253 કોલ્સ મળ્યા હતા, જેની સરખામણીએ સપ્ટેમ્બર 2023ના અરસામાં 6,442 કોલ્સ મળ્યા છે, એકંદરે 22.63 ટકા જેટલા કોલ્સ વધ્યા છે. આમ ગત મહિને ગુજરાતમાં કાર્ડિયાકને લગતાં રોજના 214થી 215 જેટલા કોલ્સ મળ્યા છે.

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે વર્લ્ડકપ ઓપનિંગ સેરેમની મેગા ઈવેન્ટ, જાણો પરફોર્મ કરનાર સ્ટાર્સની યાદી

ગત વર્ષે સપ્ટેમ્બરમાં 6937 ઈમરજન્સી કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા

શ્વાસ લેવા સંબંધી તકલીફના કેસમાં ગત વર્ષના સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ 19.16 ટકા જેટલો વધારો થયો છે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં 6937 ઈમરજન્સી કોલ્સ એમ્બ્યુલન્સને મળ્યા હતા, જોકે ગત મહિને 8,266 કોલ્સ આવ્યા છે, આમ શ્વાસ લેવા સંબંધી તકલીફના રોજના 275 જેટલા કોલ્સ મળ્યા છે, જેમાં જે તે દર્દીને તાબડતોબ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાઈ ફિવરની તકલીફ પણ વધી રહી છે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં 7442 દર્દી હતા, જે આ વખતે 21.31 ટકા જેટલા વધ્યા છે એટલે કે 9,028 દર્દીને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પેટમાં દુખાવા સંબંધી સમસ્યાના કેસમાં 10.42 ટકાનો વધારો જોવાયો છે, ગત વર્ષ સપ્ટેમ્બરમાં 13,623 કોલ્સ મળ્યા હતા, જે આ વખતે વધીને 15,042 થયા છે. ડાયાબિટિસને લગતા ઈમરજન્સી કેસમાં 7.88 ટકા જેટલો વધારો જોવાયો છે, ગત વર્ષે સપ્ટેમ્બરમાં 1573 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.

Back to top button