ગુજરાતના આ શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો


- બેવડી ઋતુની અસરથી સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો
- શહેરની સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 600 કેસ નોંધાયા છે
- ઇમરજન્સી કેસમાં પૂરતો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય રખાયો
ગુજરાતના સુરત શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. શહેરમાં બેવડી ઋતુની અસરથી સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. તેમાં સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનના 600 કેસ નોંધાયા છે જેમાં છેલ્લા સપ્તાહમાં 24 હજાર OPD નોંધાઈ છે.
દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા હતા
ઉલ્લેખનીય છે કે દિવાળી પર ઈમરજન્સીના 15 જેટલા કેસ નોંધાયા હતા. હાલમાં રાજયમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમાં બપોરે ગરમી અને સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં રોજની 1500થી વધુની ઓપીડી નોંધાઇ રહી છે. તેમજ ઇમરજન્સી કેસમાં પૂરતો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં સ્ટેન્ડ બાય રખાયો છે.
સ્થિર અને બંધિયાર પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા અને ત્યાર બાદ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સાફસફાઈનો અભાવ જોવા મળે છે તેથી મચ્છર વધુ પ્રમાણમાં જોવા મળે છે તેથી વાયરલની કેસ સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતના જાફરાબાદમાં સિંહણનો આતંક, 7 વર્ષની બાળકીનો કર્યો શિકાર