ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ગરમી વચ્ચે વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધ્યા

Text To Speech
  • શહેરમાં 15 જ દિવસમાં 2,676 દર્દી સામે આવ્યા
  • લાંબા સમયથી દાખલ ઈન્ફ્લુએન્ઝાના દર્દી ઓક્સિજન પર
  • સરકારી-ખાનગી હોસ્પિટલોમાં વાઈરલના દર્દીનો ધસારો

ઉનાળાની ગરમીની શરૂઆત વચ્ચે હજુ વાયરલ ઈન્ફેક્શનના કેસ ઘટયા નથી. સોલા સિવિલમાં એક સપ્તાહમાં શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના નવા 1389 કેસ નોંધાયા છે. જે ગત સપ્તાહે 1,287 કેસ હતા. આમ ગત સપ્તાહ કરતાં 102 કેસ વધુ સામે આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: પ્રોફેસરની પાળતુ બિલાડીને ફ્લાઈટમાં જતાં રોકી અને એર ઈન્ડિયાને દંડ થયો

આ સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,389 થયા

15 જ દિવસમાં 2,676 દર્દીઓએ સારવાર લીધી છે. શહેરની અન્ય સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ વાયરલ ઈન્ફેક્શનના કેસ જોવા મળી રહ્યા છે, બાળકો પણ મોટી સંખ્યામાં માંદા પડયા છે. સોલા સિવિલના ડો.પ્રદીપ પટેલે જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,389 થયા છે. અત્યારે હોસ્પિટલમાં વિવિધ કેસમાં રોજ 1500 જેટલા દર્દી નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં જાહેર શૌચાલયના મેઈન્ટેનન્સનો ખર્ચ જાણી રહેશો દંગ 

સપ્તાહમાં ઝાડાના 30 દર્દીને સારવાર આપવામાં આવી

હોસ્પિટલ સૂત્રોના કહેવા પ્રમાણે, ગરમી વધતાં ઝાડાના કેસ ધીમે ધીમે વધ્યા છે. સપ્તાહમાં ઝાડાના 30 દર્દીને સારવાર આપવામાં આવી છે. આ ઉપરાંત કમળાના 3, ટાઈફોઈડના 1 કેસ છે. ઈન્ફ્લુએન્ઝામાં બે દર્દી લાંબા સમયથી સારવાર લઈ રહ્યા છે. જે પૈકી એક દર્દી ઓક્સિજન ઉપર છે. કોવિડ અને સ્વાઈન ફલૂમાં એકેય દર્દી સારવાર હેઠળ નથી. બાળકોની ઓપીડીમાં જે કેસ નોંધાય છે. તેમાં અત્યારે પણ 25થી 30 ટકા દર્દીને દાખલ કરીને સારવાર આપવી પડી રહી છે. જ્યારે પુખ્ત વયના દર્દીઓમાં આ પ્રમાણ 10 ટકા આસપાસ છે.

Back to top button