ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં ગરમીને લગતી વિવિધ બીમારીના કેસનો આંકડો જાણી રહેશો દંગ

Text To Speech
  • ચક્કર ખાઈને પડી જવાના છેલ્લા દસ દિવસમાં 1,736 કેસ
  • તમામ કેસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને મળ્યા
  • પેટમાં દુખાવાની જે 2589 ફરિયાદ મળી

ગુજરાતમાં ચક્કર ખાઈને પડી જવું, ઝાડા ઊલટી સહિતના 10 દિવસમાં 7,148 કેસ સામે આવ્યા છે. જેમાં કાળઝાળ ગરમીને લીધે 108 એમ્બ્યુલન્સની દોડાદોડ વધી છે. તેમજ અમદાવાદ શહેરમાં બેભાન થવાના રોજના 40થી 50 કેસ આવી રહ્યાં છે.

આ પણ વાંચો: પાકિસ્તાથી ગુજરાતના 200 માછીમારો વતન આવશે

ચક્કર ખાઈને પડી જવાના છેલ્લા દસ દિવસમાં 1,736 કેસ

ગુજરાતમાં કાળઝાળ ગરમીના કારણે બેભાન થવા કે ચક્કર ખાઈને પડી જવાના છેલ્લા દસ દિવસમાં 1,736 કેસ નોંધાયા છે, આ તમામ કેસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને મળ્યા છે, ગરમીને લગતાં કેસમાં ગુજરાતમાં પેટમાં દુઃખાવાના સૌથી વધુ 2,589 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ શહેરમાં 708 કેસ નોંધાયા છે. એકંદરે રાજ્યમાં ઝાડા ઉલટી, પેટમાં દુખાવો, હાઈ ફિવર, માથાનો દુખાવો, હિટ સ્ટ્રોક સહિતના 7,148 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો: અમદાવાદ: હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચારમાં નવો વળાંક આવ્યો 

રાજ્યમાં ગરમીને લગતી વિવિધ બીમારીના 7148 કેસ નોંધાયા

રાજ્યમાં ગરમીને લગતી વિવિધ બીમારીના 7148 કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદ શહેરમાં 1725 કેસ છેલ્લા દસ દિવસમાં નોંધાયા છે. રાજ્યમાં હિટ સ્ટ્રોકને લગતાં 12 કેસ નોંધાયા છે, બેભાન થવાના કે ચક્કર ખાઈને પડી જવાના 10મી મે ના રોજ રાજ્યમાં 178 કેસ નોંધાયા છે, 9મીએ 181, 8મીએ 190 કેસ નોંધાયા હતા. પહેલી મે એ આવા 143 કેસ હતા. આમ જેમ ગરમી વધી રહી છે તેમ ચક્કર ખાઈને પડી જવાના કોલ્સમાં વધારો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદનું AMC તંત્ર જાગ્યું, રહેણાંક વિસ્તારોમાં ફટાકડાના વેપલાની કરશે તપાસ

પેટમાં દુખાવાની જે 2589 ફરિયાદ મળી

પેટમાં દુખાવાની જે 2589 ફરિયાદ મળી છે. તેમાં 10મી મે એ 285, 9મીએ 264, 8મીએ 282, 7મીએ 240, 6મે એ 243, 5મીએ 260, 4 મે એ 242, ત્રીજએ 250, બીજીએ 262 અને પહેલી મે એ 261 કોલ્સ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. ઝાડા ઉલટીના 1514 કેસ નોંધાય છે તેમાંથી 10મીએ 166, 9મીએ 156, 8મી મે એ 183 કોલ્સ મળ્યા હતા. અમદાવાદમાં ચક્કર ખાઈને પડી જવાના રોજના 40થી 50 કોલ્સ મળી રહ્યા છે.

Back to top button