હૃદય રોગ ના કેસ બાળકોમાં વધ્યા, જાણો આંકડો


હૃદય રોગની બીમારી ગુજરાતના બાળકોમાં વધી હોવાનો વાત સામે આવી છે ત્યારે આ એક ખૂબ જ ચિંતાનો વિષય કહી શકાય. એક રિપોર્ટ અનુસાર 2021-22 માં 1743 બાળકોની કાર્ડિયાક સર્જરી કરાઇ હતી. જ્યારે 2022-23 માં 1457 બાળકોની કાર્ડિયાક સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી સ્કૂલ હેલ્થ યોજના અંતર્ગત કરવામાં આવી છે જેમાં 732 બાળકોની કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી છે જ્યારે 1457 બાળકોની કાર્ડિયાક સરકારી કરવામાં આવી છે અને 991 બાળકોની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સૌરીન અને અંશુલના મૃતદેહને વતનમાં મોકલવા ન્યૂઝીલેન્ડ ગુજરાતી સમાજ આવ્યો પરિવારની વ્હારે
છેલ્લા પાંચ વર્ષમાં બાળકો અને યુવાનો સહિત સિવિલ હોસ્પિટલમાં 7837 કાર્ડિયાક સર્જરી થઈ છે. આજકાલ આપણે સોશિયલ મીડિયામાં પણ જોયું છે કે કેટલીક વાર માણસ ચાલતા-ચાલતા તો ગરબા રમતા કે અન્ય કોઈપણ જગ્યાએ નાની વયના લોકોના હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે ત્યારે આ પણ એક ચિંતા નો વિષય બની રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી ભારત સહિત ગુજરાતમાં પણ નોર્મલ વ્યક્તિઓને અચાનક આવા હાર્ટ એટેકથી થતાં મૃત્યુના વિડીયો સામે આવ્યા છે.