અચાનક આવતા હાર્ટ એટેકમાં બસ આટલુ કરી લો
છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયરોગ અને હાર્ટ એટેકના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે 40 વર્ષથી ઉપરના લોકો જેમને હૃદય, ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ હોય છે. તેમનામાં હ્રદયરોગ વધુ જોવા મળે છે, પરંતુ હવે યુવાનોમાં પણ હૃદયની બીમારી પગ પેસારો કરી રહી છે અને તેના કારણે કેટલાક લોકો નાની ઉંમરે મૃત્યુ પામી રહ્યા છે.
ત્યારે હાલ જ જમ્મુ-કાશ્મીરમાં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન એક કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ઘટના બિશ્નાહ વિસ્તારમાં જાગરણ દરમિયાન બની હતી. કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર શિવ અને પાર્વતીનું નાટક ચાલી રહ્યું હતું અને 20 વર્ષનો યુવક પાર્વતીના વેશમાં નાચતો હતો. ભક્તિમય વાતાવરણ હતું અને લોકો તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ અચાનક ડાન્સ કરતી વખતે યુવક સ્ટેજ પર પડ્યો અને બેહોશ થઈ ગયો. ત્યારે લોકોને લાગ્યું કે આ તેના અભિનયનો એક ભાગ છે. પણ જ્યારે તે લાંબા સમય સુધી ઉભો ન થયો ત્યારે શિવનો રોલ કરી રહેલ વ્યક્તિ તેની પાસે ગયો અને તેને ઉઠાવવાનો પ્રયાસ કરવા લાગ્યો..પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું. જે બાદ તાત્કાલિક લોકો યુવકને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
કેવી રીતે આવે છે હાર્ટ એટેક?
હૃદય આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક છે. તેનું કામ આખા શરીરમાં ઓક્સિજન અને લોહી પહોંચાડવાનું છે. તે બાકીના અવયવોને જીવંત રાખવા માટે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હૃદયરોગ અને હૃદયરોગના હુમલાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમને હૃદય, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયરોગ જેવી બીમારીઓ હોય છે તેઓમાં વધુ જોવા મળે છે.
જો પરિવારમાં કોઈને હૃદયની બીમારી હોય તો તેનાથી નાની ઉંમરના લોકોને પણ હ્રદયરોગ થવાની શક્યતા વધુ હોય છે.
તેમજ ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ એટેકની શક્યતા સૌથી વધુ હોય છે.
આ સાથો વધુ વજન અને સ્થૂળતા પણ હૃદય રોગ નોતરે છે
અને હાયપરટેન્શન રોગથી પણ હાર્ટ એટેક આવે છે. આથી નાની નાની વાતોમાં ટેન્સનમાં આવી જતા લોકોએ સાવધાની રાખવી જરુરી છે.
જો તમને હાર્ટ એટેકના લક્ષણો દેખાય તો શું કરવું
અચાનક હૃદયરોગના હુમલાના લક્ષણોના કિસ્સામાં, તમે ઘરે હાજર એસ્પિરિન (ડિસ્પ્રિન) ટેબ્લેટ ખાઈ શકો છો. જો તમે તેને પાણીની જગ્યાએ ચાવીને ખાઓ તો તે ઝડપથી અસર કરે છે. જો હુમલાના લક્ષણો દેખાય, તો તેણે તરત જ પરિવારના સભ્યો, સંબંધીઓ, પડોશીઓ અથવા એમ્બ્યુલન્સને કૉલ કરવો જોઈએ.
અથવા તો તાતકાલિક CPRની મદદ લઈ શકો છો. CPR એક એવી પ્રક્રિયા છે જેમાં હાથ વડે છાતી પર વારંવાર દબાણ કરવામાં આવે છે જેથી તેનું રક્ત પરિભ્રમણ ચાલુ રહે. આ ઉપરાંત હાર્ટ એટેકની સ્થિતિમાં વ્યક્તિને બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ લાઈફ સપોર્ટ આપવાથી પણ ફાયદો થઈ શકે છે.