ગુજરાત

ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા, વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો

Text To Speech
  • ઘરે અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો
  • 21 વર્ષે પુત્ર દર્શિલ LLB ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો
  • લાડકવાયો દર્શિલ જીવનમાં વકીલ બનવાના સપના સેવતો

ગુજરાતમાં નાની ઉંમરમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. જેમાં નવસારીમાં LLBના વિદ્યાર્થીએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. ઘરે અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયો હતો. તેમાં હોસ્પિટલમાં ડોક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. ત્યારે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંધીનગરના પીઆઇની પત્નીને 15 લોકોએ ઘરમાં બંધક બનાવી

નાની ઉંમરમાં યુવકે હાર્ટ એટેકમાં જીવ ગુમાવવાની ઘટના બની

રાજ્યમાં નાની ઉંમરમાં યુવકે હાર્ટ એટેકમાં જીવ ગુમાવવાની ઘટના બની છે. નવસારીમાં રહેતા 21 વર્ષીય યુવાનનું સંભવિત હૃદય રોગના હુમલાથી નિધન થતા પરિવાર ઉપર આભ તુટી પડ્યું છે. નવસારી શહેરને અડીને આવેલા જલાલપુરમાં રહેતા પ્રકાશ ભંડેરીના 21 વર્ષે પુત્ર દર્શિલ LLB ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. એક તરફ સતત યુવાનોમાં વધતા હૃદય રોગના હુમલાને કારણે ચારે કોર ચિંતા વઘી રહી છે. ત્યાં સવારે 10:00 વાગ્યાની આસપાસ દર્શિલ પોતાના ઘરે હતો તે દરમિયાન સંભવિત રીતે એકાએક હૃદય રોગનો હુમલો આવતા સૌપ્રથમ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: આતંકવાદી, દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવા કચ્છના ટાપુ મામલે લેવાયો મોટો નિર્ણય 

લાડકવાયો દર્શિલ જીવનમાં વકીલ બનવાના સપના સેવતો

મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક દર્શિલના પિતા પ્રકાશ ભંડારી જલાલપુરમાં હોલસેલ અનાજ કરિયાણાના વેપારી છે. જ્યારે પરિવારમાં એકનો એક લાડકવાયો દર્શિલ જીવનમાં વકીલ બનવાના સપના સેવતો હતો.

Back to top button