અમદાવાદ, 08 જુલાઈ 2024, ચોમાસુ શરૂ થતાં અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. જુલાઈ મહિનામાં શહેરમાં ઝાડા ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં દાણીલીમડા, વટવા, રામોલ હાથીજણ, ગોમતીપુર અને જશોદાનગર સહિતના વિસ્તારમાં રોગચાળો વધુ ફેલાયો છે.
1733 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા
મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ જુલાઈ મહિનામાં 6 દિવસમાં ઝાડા-ઉલ્ટીના 291, કમળાના 71, ટાઈફોઈડના 158 અને કોલેરાના 6 કેસ નોંધાયા છે. જ્યારે સાદા મેલેરિયાના 6 અને ડેન્ગ્યુના 18 કેસ નોંધાયા છે. 1733 પાણીના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તે પૈકી 61 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે.
ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા
પીવાનું પાણી અને ગટરના પાણી મિક્સ થવાથી પ્રદૂષિત પાણીને લઈ ઝાડા ઉલ્ટી, કમળા, કોલેરા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. પ્રદૂષિત પાણી આવતું હોય ત્યાં એન્જિનિયરિંગ વિભાગને જાણ કરીને લાઈનો બદલવા માટે સૂચના આપવામાં આવી છે. કલોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.
આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
શહેરના સ્લમ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનો અને ગટરની લાઈનોમાં તકલીફના કારણે હવે રોગચાળો પણ વકર્યો છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં જ્યાં જૂની પાણીની પાઇપલાઇનમાં બદલાવની જરૂર પડે ત્યાં લાઈન બદલવાની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃAMCમાં ફાયર વિભાગમાં 114 જગ્યા માટે ભરતી, 23 જુલાઈ અરજી કરવાની છેલ્લી તારીખ