- હોક એરક્રાફ્ટ ખરીદી કેસમાં સીબીઆઈની કાર્યવાહી
- કંપની સાથે જોડાયેલા લોકોને અપાઈ નોટીસ
- નોટીસ અપાયા બાદ ગમે તે ઘડીએ થઈ શકે છે પુછપરછ
સીબીઆઈએ બ્રિટિશ એરોસ્પેસ કંપની રોલ્સ-રોયસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર માટે કેસ નોંધ્યો છે. તમને જણાવી દઈએ કે કેસ નોંધ્યા બાદ સીબીઆઈ ટૂંક સમયમાં કંપની સાથે જોડાયેલા આ લોકોને નોટિસ જારી કરી શકે છે અને તેમની પૂછપરછ કરી શકે છે.
રોલ્સ રોયસ અને તેના ડિરેક્ટર સામે કેસ દાખલ
આ મામલે સીબીઆઈએ કહ્યું કે બ્રિટિશ એરોસ્પેસ કંપની રોલ્સ રોયસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને ડિરેક્ટર ટિમ જોન્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય સુધીર ચૌધરી અને ભાનુ ચૌધરી સહિત અજાણ્યા અન્ય સરકારી કર્મચારીઓ અને ખાનગી વ્યક્તિઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
હોક એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદી મામલે કાર્યવાહી
સીબીઆઈએ આ કાર્યવાહી હોક એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીના સંદર્ભમાં કરી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે અજાણ્યા અધિકારીઓએ તેમની સત્તાવાર હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને મેસર્સ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા 42 વધારાના એરક્રાફ્ટ બનાવવાની મંજૂરી આપી હતી. ઉપરાંત તેઓએ 734.21 મિલિયનમાં કુલ 24 હોક 115 એડવાન્સ્ડ જેટ ટ્રેનર (AJT) એરક્રાફ્ટની ખરીદી કરી હતી.