ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આદિવાસી યુવક પર પેશાબ કરવાનો મામલો: રાહુલ ગાંધી બોલ્યા- અત્યાચાર વધતા જ જઇ રહ્યાં છે…

નવી દિલ્હી: મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી યુવક પર પેશાબ કરવાના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેને માનવતા માટે શરમજનક ઘટના ગણાવી છે.

તેમણે કહ્યું છે કે, “ભાજપના શાસનમાં આદિવાસી ભાઈ-બહેનો પર અત્યાચાર વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાના અમાનવીય અપરાધે સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. આ આદિવાસીઓ અને દલિતો પ્રત્યે ભાજપની નફરતનો ઘૃણાસ્પદ અને અસલી ચહેરો છે!”

શું છે મામલો?

મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક યુવક સાથે અમાનવીય વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળે છે. આ કેસમાં પ્રવેશ શુક્લા નામના યુવક વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને મંગળવારે રાત્રે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટનાને લઇને તમામ રાજકીય પક્ષોના નેતાઓએ ટીકા કરી હતી. તે ઉપરાંતે મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણ કે જેઓ બૂલડોઝરથી કાર્યવાહી કરવા માટે ફેમશ થઈ ચૂક્યા છે, તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું આ બીજેપીના નેતા પર બૂલડોઝરથી કાર્યવાહી કરીને તેના ઘરને જમીન દોસ્ત કરવામાં આવશે.

જોકે, હવે શિવરાજસિંહ ચૌહાણના નેતા નરોત્તમ મિશ્રાને કાયદાની યાદ આવી ગઇ છે અને કહ્યું છે કે, કાયદાના હિસાબથી બૂલડોઝર ચાલશે. ઉલ્લેખનિય છે કે, મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહની સરકારે રાજકીય લાભ ઉઠાવવા માટે અનેક વખત મુસ્લિમ લોકોના ઘરોને બૂલડોઝરથી જમીન દોસ્ત કરી દીધા હતા. તે સમયે તેમને કાયદાની યાદ આવી નહતી પરંતુ હવે માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના બની હોવા છતાં તેમને કાયદો યાદ છે, તે એક સારી બાબત છે.  સ્વભાવિક છે કે, ગમે તેવો આરોપી હોય પરંતુ તેના પર ગેરકાયદેસરની કાર્યવાહી કરવી પણ એક પ્રકારનો ગુન્હો જ છે. કાયદેસરની કાર્યવાહી જ લોકશાહીને જીવંત રાખે છે. પરંતુ શિવરાજ સિંહ સરકાર પોતાના ફાયદા માટે કાયદાને ઘણી વખત અભરાઇ પર ચડાવી દે છે.

માયાવતીએ પણ આ ઘટનાને લઇને બુધવારે સવારે ટ્વીટ કર્યું, “મધ્યપ્રદેશના સિધી જિલ્લામાં એક આદિવાસી દલિત યુવક પર સ્થાનિક દબંગ નેતા દ્વારા પેશાબ કરવાની ઘટના અત્યંત શરમજનક છે.” અમાનવીય કૃત્યની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે.

માયાવતીએ કહ્યું, “આ ઘટનાનો વીડિયો વાયરલ થયા પછી જ જાગી રહેલી સરકાર તેમની સંડોવણી સાબિત કરે છે, આ પણ ખૂબ જ દુઃખદ છે.”

એમપીની બીજેપી સરકારને ઘેરતા માયાવતીએ લખ્યું, “મધ્ય પ્રદેશની બીજેપી સરકારે આ સંબંધમાં આરોપીને બચાવવા અને તેને પોતાની પાર્ટીનો ન હોવા જેવી બાબતોને છોડીને અપરાધી વિરૂદ્ધ માત્ર એનએસએ નહીં પરંતુ તેની સંપત્તિને જપ્ત અને ધ્વસ્ત કરવાની કાર્યવાહી કરવી જોઇએ. એવી ઘટનાઓ બધાને શરમમાં મૂકે છે.”

આ પણ વાંચો- આદિવાસી યુવક પર પેશાબ કરવાની ઘટનાને લઈ ઈશુદાન ગઢવીએ આપી પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું

Back to top button