ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોરોનાએ ફરીવાર ચિંતા વધારી, કેરળમાં સબ-વેરિયન્ટ JN.1નો કેસ મળી આવ્યો

Text To Speech

નવી દિલ્હી, 16 ડિસેમ્બર: કેરળમાં કોરોના વાયરસના સબ-વેરિયન્ટ JN.1નો કેસ મળી આવ્યો છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ અંગેની માહિતી 8 ડિસેમ્બરે મળી હતી. તેમણે કહ્યું કે 79 વર્ષીય મહિલાના સેમ્પલનો RT-PCR ટેસ્ટ 18 નવેમ્બરે કરવામાં આવ્યો હતો, જેમાં પરિણામ પોઝિટિવ આવ્યું હતું. મહિલાને શરદી જેવી બિમારી (ILI)ના હળવા લક્ષણો હતા અને તે કોવિડ-19થી સ્વસ્થ થઈ ગઈ હતી. INSACOG ચીફ એન.કે. અરોરાએ જણાવ્યું કે આ વેરિયન્ટની જાણ નવેમ્બરમાં કરવામાં આવી હતી. આ BA.2.86 નું સબ-વેરિયન્ટ છે. હાલમાં દેશમાં કોવિડ-19ના 90%થી વધુ કેસો ગંભીર નથી અને સંક્રમિત લોકો તેમના ઘરમાં ક્વોરન્ટાઈન થઈને રહે છે .

અગાઉ, સિંગાપોરમાં એક ભારતીય પ્રવાસીમાં પણ JN.1 સબ-વેરિઅન્ટના લક્ષણો જોવા મળ્યા હતા. આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો વતની હતો અને 25 ઑક્ટોબરે સિંગાપોર ગયો હતો. તિરુચિરાપલ્લી જિલ્લા અથવા તમિલનાડુના અન્ય સ્થળોએ આ સંક્રમણ મળ્યા પછી પણ કેસોમાં કોઈ વધારો થયો નથી. સૂત્રએ જણાવ્યું હતું કે ભારતમાં JN.1 વેરિયન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી જે અત્યારે રાહતની બાબત છે. જો કે, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે નવો કેસ અન્ય લોકો સુધી ન ફેલાય.

સિંગાપોરમાં કોરોનાનો કહેર વધ્યો

નોંધનીય છે કે, સિંગાપોરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ત્યાનાં સ્વાસ્થય મંત્રાલયે ભીડભાડા વિસ્તારમાં માસ્ક પહેરવાની અપીલ કરી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું કે 3 થી 9 ડિસેમ્બર સુધી COVID-19ના કેસ વધીને 56,043 થયા છે, જે ગયા અઠવાડિયે 32,035 હતા. આમ ચેપના કેસોમાં 75%નો વધારો થયો છે.

આ પણ વાંચો: ચીનમાં કોરોના બાદ નવી મહામારીનો ખતરો, બાળકોમાં લક્ષણો દેખાતાં સ્કૂલો બંધ કરવાની તૈયારી

Back to top button