કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના સસ્પેન્ડેડ TPO સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

Text To Speech

રાજકોટ, 19 જૂન 2024 શહેરના TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મૃત્યુ થયા છે, જેમાં તંત્રની બેદરકારી જવાબદાર કહી શકાય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત મનપાના અધિકરીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેની મુશ્કેલીમાં વધારો થયો છે.મનસુખ સાગઠીયા સામે અપ્રમાણ સર મિલકતનો ગુનો નોંધાયો છે. ACBએ વધુ એક ફરિયાદ દાખલ કરીને સાગઠિયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતાં.

અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો
ACBએ વધુ એક ફરિયાદ દાખલ કરીને સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠિયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતાં. ACBએ તપાસમાં સાગઠીયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી ગાળિયો કસ્યો હતો. સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડ્યા હતાં. રાજકોટમાં સાગઠીયાની ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો છે.. સાગઠીયાના વતનમાં પણ એસીબીની તપાસ થઈ હતી.એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો.

રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં
રાજકોટ TRP ગેમઝોન માર્ચ 2021ના રોજ શરૂ થયું હતું અને ગત 25 મે 2024ના રોજ વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગતાં અગ્નિકાંડ સર્જાયો હતો, જેમાં કુલ 27 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી મોટો ઘટસ્ફોટ થયો હતો કે આ ગેમઝોન ગેરકાયદે ધમધમતો હતો અને એમાં ફાયર સેફ્ટી ન હતી કે ન કોઈ બાંધકામની પરમિશન હતી.

આ પણ વાંચોઃરાજકોટ ગેમઝોનમાં ક્રિકેટર્સની મોજના વીડિયો વાયરલ, શ્રેયસ અય્યર સહિત 6 ખેલાડી હતા

Back to top button