અમદાવાદ: બાવળામાં બોગસ હોસ્પિટલ ઝડપાવાનો કેસ,મેહુલ ચાવડા સહિત 3 સામે ગુનો દાખલ
અમદાવાદ 14 જુલાઈ 2024 : અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી, મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર આ હોસ્પિટલ ચલાવતો હતો. બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ ચલાવી હતી,જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો છે
બાળકીના મોત બાદ વીડિયો વાઈરલ થયો હતો
વાઈરલ વીડિયોનું તથ્ય જાણવા સરકાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વાઈરલ વીડિયોના આધારે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે CDHO ડો. શૈલેષ પરમારની આગેવાનીમાં બાવળામાં આવેલી અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી હોસ્પિટલને સીલ કરી હતી.
મેહુલ ચાવડા પાસે ડોકટરની કોઈ ડિગ્રી નહી
જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નળ સરોવર રોડ બાવળા ખાતે પહોંચી હતી. જ્યાં હોસ્પિટલ નીચે એક મેડિકલ પણ છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર ન હતી.
8 જુલાઈએ બાળકીને દાખલ કરાઈ 9 જુલાઈએ મૃત્યુ થયું
અમદાવાદ ગ્રામ્ય DYSP મેઘા તેવરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યુ હતું કે આ હોસ્પિટલમાં 8 જુલાઈના રોજ એક પૂનમ નામની દીકરીને દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને ઓક્સિજનની જરૂર છે તેવા અલગ અલગ કારણો આપીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પરંતુ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરતાં પહેલાં જ 9 જુલાઈના રોજ બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું જે ઘટનાની નજીકના પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. DYSP તેવરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન ડો. મનીષા બાબુભાઈ અમરેલીયાનાં નામે બોલાઈ રહ્યું છે આજે હાલ ફરાર છે અને તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલની તપાસ કરતા અમને મેડિકલને લગતા સાધનો મેડિકલને લગતી પુસ્તકો, ડિસ્પેન્સરી, સ્પેશિયાલિટી રૂમો વગેરે મળી આવ્યું હતું જેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે
બોગસ ડોકટરો પાસે સારવાર ના કરાવો
ડિગ્રી વગર બિનઅધિકૃત રીતે તબીબી પ્રેક્ટિસ કરતા લોકો દ્વારા દર્દીને યોગ્ય પદ્ધતિસરની સારવાર આપવામાં ન આવે તો વધુ તકલીફ થઈ શકે છે અને લોકોએ પણ આવા લે ભાગવું બોગસ ડોક્ટરો પાસે સારવાર ન કરાવી જોઈએ. સારવાર માટે દર્દીએ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ અથવા તો ક્વોલિફાઇડ ડોક્ટર પાસે જઈને જ સારવાર કરાવવી જોઈએ.
આ પણ વાંચો : અમદાવાદઃ મોહરમ નિમિતે”એકતાનો એક રંગ” રક્તદાન શિબિર યોજાયો; જાણો શું કહ્યું પોલીસ કમિશ્નર GS મલિકે?