આયેશા ટાકિયાના પતિ પર કેસ, ગોવામાં રોડ રેઝના આરોપમાં ફસાયો

- આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમી વિરુદ્ધ ગોવામાં કેસ નોંધવામાં આવ્યો છે. ગોવા પોલીસે ફરહાન વિરુદ્ધ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ અને રોડ રેજના આરોપસર ગુનો નોંધ્યો હતો
HD ન્યુઝ ડેસ્કઃ વોન્ટેડ ગર્લના નામથી પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમી વિરુદ્ધ ગોવામાં કેસ નોંધવામાં આવ્યો છે. ગોવા પોલીસે ફરહાન વિરુદ્ધ બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ અને રોડ રેજના આરોપસર ગુનો નોંધ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના પર ગોવાના કેન્ડોલિમ વિસ્તારમાં બેફામ વાહન ચલાવવાનો અને પછી રસ્તા પર સ્થાનિક લોકો સાથે ઝપાઝપી કરવાનો આરોપ છે. હવે આયેશાએ આ સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર પોતાનો પક્ષ રજૂ કર્યો છે.
આયેશા ટાકિયાએ મૌન તોડ્યું
આયેશા ટાકિયાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલીક નોટ શેર કરી અને ખુલાસો કર્યો કે ગોવામાં તેના પરિવાર પર એક ડરામણી ઘટના બની હતી અને તેમના પુત્ર અને પતિને ક્રૂર રીતે ધમકીઓ આપવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે ગોવાના સ્થાનિક ગુંડાઓએ તેમની કારને ઘેરી લીધી હતી અને રાત્રે કલાકો સુધી તેમને ધમકાવ્યા અને હેરાન કર્યા હતા. જ્યારે તેણે પોલીસ પાસે મદદ માંગી, ત્યારે તેના પતિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો.
આયેશા ટાકિયાએ વધુમાં જણાવ્યું હતું કે તેના પતિ ફરહાન આઝમી અને પુત્ર ગોવામાં સ્થાનિક લોકોથી ઘેરાયેલા હતા અને વારંવાર તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો કારણ કે તેઓ મહારાષ્ટ્રના લોકોને નફરત કરે છે. તેણે નોંધમાં લખ્યું કે ગોવામાં મહારાષ્ટ્ર પ્રત્યે નફરત ઘણી વધી ગઈ છે કારણ કે તેઓ વારંવાર ફરહાન અને મારા પુત્રને મહારાષ્ટ્રના હોવા અને મોટી કાર રાખવા બદલ કોસવામાં આવે છે. મારા પતિએ લગભગ 150 લોકોની ભીડ જોઈને મદદ માટે 100 નંબર ડાયલ કર્યો હતો, પરંતુ બદલામાં ફરહાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ દાવો કર્યો હતો કે તેની પાસે પુરાવા તરીકે વીડિયો પ્રૂફ અને સીસીટીવી ફૂટેજ છે. તેણે કહ્યું કે તેને ન્યાયમાં વિશ્વાસ છે અને તે તમામ એજન્સીઓને સહકાર આપશે.
શું છે મામલો?
અભિનેત્રી આયેશા ટાકિયાના પતિ ફરહાન આઝમી પર ગોવા પોલીસે કેન્ડોલિમ વિસ્તારમાં બેફામ વાહન ચલાવવા અને હંગામો મચાવવા બદલ ગુનો નોંધ્યો હતો. એવું કહેવાય છે કે ફરહાન એક લક્ઝરી કાર ચલાવી રહ્યો હતો ત્યારે કેન્ડોલિમ વિસ્તારમાં કેટલાક સ્થાનિક લોકોએ તેને રોક્યો અને તેના પર હાઈ સ્પીડનો આરોપ લગાવ્યો હતો. ફરહાન અને સ્થાનિક લોકો વચ્ચે ઝઘડો થયો અને રસ્તા પર અંધાધૂંધી ફેલાઈ ગઈ. ફરહાને પોલીસને ફોન કર્યો અને સ્થાનિક લોકોને પાછળ હટવા કહ્યું. તેણે ચેતવણી આપતાં લોકોને કહ્યું કે તેની પાસે લાઈસન્સવાળી બંદૂક છે.
આ પણ વાંચોઃ તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે થયું બ્રેકઅપ, ઇન્સટાગ્રામ પરથી ફોટો હટાવ્યા