ટ્રેન્ડિંગમનોરંજન

‘Carry On Jatta 3’એ તોડ્યા તમામ રેકોર્ડ , ‘SatyaPrem Ki Katha’ને છોડી પાછળ !

Text To Speech

પંજાબી અભિનેતા ગિપ્પી ગ્રેવાલ અને સોનમ બાજવાની ફિલ્મ ‘Carry On Jatta 3’એ પંજાબ સહિત દેશભરના થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે 4.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, જ્યારે અનુમાન છે કે ફિલ્મ બીજા દિવસે 3.60 કરોડ રૂપિયાનું કલેક્શન કરશે.

 

 

View this post on Instagram

 

A post shared by Sonam Bajwa (@sonambajwa)

ફિલ્મે બે દિવસમાં 8.15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પ્રથમ બે દિવસમાં કોઈપણ પંજાબી ફિલ્મ માટે આ સૌથી મોટું કલેક્શન છે. વીકએન્ડ શરૂ થાય તે પહેલા જ ‘Carry On Jatta 3’ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની જશે. આ ફિલ્મ ગુરુવારે રિલીઝ થઈ હતી.

‘SatyaPrem Ki Katha’ કેટલાક થિયેટરોમાં પાછળ રહી

સમીપ કંગના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ દેશના અન્ય રાજ્યોમાં પણ સારી કમાણી કરી રહી છે. ફિલ્મે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં 70 લાખ રૂપિયાની કમાણી કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે અન્ય રાજ્યોમાંથી 30 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ સાથે ટકરાઈ રહી છે અને અહેવાલો અનુસાર, ‘કૅરી ઓન જટ્ટા 3’ એ દિલ્હીના કેટલાક થિયેટરોમાં ‘સત્યપ્રેમ કી કથા’ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.

યુકેમાં પણ ‘SatyaPrem Ki Katha’થી વધુ કમાણી

‘કેરી ઓન જટ્ટા 3’ યુકેમાં ધૂમ મચાવી રહી છે. ત્યાં આ ફિલ્મની કમાણી ‘સત્યપ્રેમ કી કથા’ કરતા બમણી થઈ ગઈ છે. ‘કેરી ઓન જટ્ટા 3’ને યુકેમાં ‘સત્યપ્રેમ કી કથા’ કરતાં વધુ સ્ક્રીન્સ મળી છે. કાર્તિકની ફિલ્મે ત્યાં બે દિવસમાં 52 લાખ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે ‘કેરી ઓન જટ્ટા 3’એ ત્યાં બે દિવસમાં 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Back to top button