કેરોલિન ગાર્સિયા અને ક્રિસ્ટીના મ્લાડેનોવિકે, ફ્રેન્ચ ઓપનમાં મહિલા ડબલ્સનું ટાઈટલ જીત્યું
ફેન્સ ઓપન : ફ્રાન્સની કેરોલિન ગાર્સિયા અને ક્રિસ્ટીના મ્લાડેનોવિકે રવિવારે ફ્રેન્ચ ઓપનમાં મહિલા ડબલ્સનું ટાઈટલ જીતી લીધું હતું. ફાઇનલમાં બંનેએ કોકો ગફ અને જેસિકા પેગુલાની આઠમી ક્રમાંકિત અમેરિકન જોડી સામે 2-6, 6-3, 6-2થી જીત મેળવી હતી. રોલેન્ડ ગેરોસ ખાતે છ વર્ષ પહેલા ચેમ્પિયન બનેલા ગાર્સિયા અને ક્રિસ્ટિના માટે આ બીજી ટૂર્નામેન્ટ છે. જેમાં પ્રથમ સેટ ગુમાવ્યા પછી તેણે એક કલાક અને 44 મિનિટમાં મેચ જીતી લીધી હતી. અમેરિકાની 18 વર્ષીય કોકો ગફ સિંગલ્સ પછી ડબલ્સમાં ટાઇટલની ઉંબરે આવીને ટ્રોફી જીતી શકી નહોતી.
2016મા ચાર ટાઇટલ જીત્યા પછી ગાર્સિયા અને ક્રિસ્ટિના સિંગલ અને ડબલ્સમાં વિશ્વની ટોચની દસ ખેલાડીઓ રહી છે. તેઓએ 2016માં વર્ષની શ્રેષ્ઠ WTA ડબલ્સ ટીમ બની હતી. આ જોડીએ સિઝનમાં રોલેન્ડ ગેરો સહિત ચાર ટાઇટલ જીત્યા હતા.
ફેબ્રુઆરી 2017થી ફરીથી જોડાયા હતા, અને તે ફ્રેન્ચ ઓપનમાં તેમની ચોથી ટૂર્નામેન્ટ હતી. વર્તમાન ડબલ્સ રેન્કિંગમાં 232મા ક્રમે રહેલા મ્લાડેનોવિક અને 469મા ક્રમે ગાર્સિયાને આ વખતે મુખ્ય ડ્રોમાં રમવા માટે વાઈલ્ડ કાર્ડ મળ્યું હતું. આ જોડી ગયા વર્ષે ઓલિમ્પિકમાં રમી હતી અને આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશી હતી.
ગૌફની બીજી ડબલ્સ ફાઇનલમાં હાર
અમેરિકાની 18 વર્ષીય કોકો ગોફ સિંગલ્સ ફાઈનલ પછી ડબલ્સ ટાઈટલ પણ જીતી શકી નથી. તે સિંગલ્સમાં પોલેન્ડની ઇંગા સ્વાઇટેક સામે 1-6, 3-6થી હારી ગઈ હતી. ડબલ્સમાં પણ તે તેના બીજા ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં ટાઇટલ મેચ જીતી શકી નહોતી. તે રોલેન્ડ ગેરોસ પહેલા કેટી મેકનાલી સાથે ગયા વર્ષે યુએસ ઓપનની ફાઇનલમાં પણ પહોંચી હતી. જ્યારે કોકો ગોફે કહ્યું, મારી કારકિર્દીમાં નાની ઉંમરે સફળતાનું કારણ એ છે, કે મને ઉચ્ચ સ્તરે પહોંચવા માટે સખત મહેનત કરવામાં કોઈ વાંધો નથી. વિમ્બલ્ડન 2019માં ક્વોલિફાયર તરીકે ભૂતપૂર્વ નંબર-1 વિનસ વિલિયમ્સને હરાવીને કોકો 15 વર્ષની ઉંમરે ચર્ચામાં આવી હતી.