કેરિંગ ફાધરઃ રણવીરે એરપોર્ટ પર પાપારાઝીને કહ્યું, અવાજ ન કરો, દીકરી સૂવે છે
- પાવર કપલ રણવીર દીપિકા ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન રણવીરે દીકરી માટે ખૂબ જ કેરિંગ નેચર દર્શાવ્યો હતો
9 જાન્યુ, મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડનું પાવર કપલ છે. ચાહકો પણ આ જોડીને ખૂબ પસંદ કરે છે. આ બંને પોતાની મજેદાર કેમેસ્ટ્રીથી લોકોના દિલ જીતતા રહે છે. હાલમાં આ કપલ પેરેન્ટિંગનો આનંદ માણી રહ્યું છે. દીપિકા અને રણવીર સિંહ ગયા વર્ષે દીકરી દુઆના માતા-પિતા બન્યા હતા. ગઈકાલે આ કપલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતી વખતે રણવીર સિંહે તેની દીકરી માટે ખૂબ જ કેરિંગ નેચર દર્શાવ્યો હતો.
View this post on Instagram
રણવીર સિંહ દીકરી માટે બન્યો કેરિંગ ફાધર
7 જાન્યુઆરીએ મુંબઈ એરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સ્ટાઈલિશ લુકમાં જોવા મળ્યા હતા. આ કપલ તેમની નવજાત પુત્રી દુઆ પાદુકોણ સિંહ સાથે વેકેશનમાંથી પરત ફર્યું છે. આ દરમિયાન જ્યારે દીપિકા અને રણવીર એકબીજાનો હાથ પકડીને એરપોર્ટની બહાર આવ્યા, ત્યારે તેમનો સ્ટાફ ગુપ્ત રીતે તેમની દીકરીને કારમાં લઈને આવ્યો. જ્યારે પેપ્સ આ સુંદર બી-ટાઉન કપલની તસવીરો ક્લિક કરી રહ્યા હતા, ત્યારે રણવીરે એક કેરિંગ ફાધરની જેમ પાપારાઝીને કહ્યું કે અવાજ ન કરો કેમકે દીકરી સૂતી છે.
View this post on Instagram
દીપિકા-રણવીર ગયા વર્ષે પેરેન્ટ્સ બન્યા હતા
દીપિકા અને રણવીર 8 સપ્ટેમ્બર, 2024ના રોજ દુઆના માતા-પિતા બન્યા હતા. લગભગ બે મહિના પછી, નવા માતાપિતાએ એક Instagram પોસ્ટમાં તેમની પુત્રીની પ્રથમ ઝલક શેર કરી હતી અને તેમણે એ પણ ખુલાસો કર્યો કે તેમણે લાડલીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. .
દીપિકા-રણવીરનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દીપિકા-રણવીર રોહિત શેટ્ટીની સિંઘમ અગેઈનમાં સાથે જોવા મળ્યા હતા. મલ્ટી સ્ટારર એક્શન ફિલ્મમાં અજય દેવગન, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, કરીના કપૂર ખાન, અર્જુન કપૂર અને જેકી શ્રોફ જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા. હવે દીપિકા ટૂંક સમયમાં કલ્કિ 2898 એડીનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. રણવીર સિંહની આગામી ફિલ્મ ધુરંધર છે.
આ પણ વાંચોઃ તારક મહેતાના’ સોઢીની તબિયત લથડી, ચહેરો ઓળખાય તેવો પણ રહ્યો નથી, જુઓ વીડિયો
આ પણ વાંચોઃ પૂનમ ધિલ્લોનના ઘરે ચોરી થઈ, ડાયમંડ નેકલેસ અને હજારો રૂપિયા ગાયબ; આરોપીની ધરપકડ