દ્વારકાના અરબ સાગરમાં સલાયાનું માલવાહક જહાજ ડૂબ્યું, 12 ખલાસીઓનો બચાવ
દ્વારકા પાસે અરબ સાગરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સલાયાના માલવાહક જહાજની જળસમાધિ થઇ છે. નિગાહે કરમ નામનું જહાજ મુન્દ્રાથી 800 ટન ખાંડ ભરીને ડીજુબુટ્ટી બંદર તરફ જઇ રહ્યું હતુ. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે આ જહાજ પાણીમાં ડૂબી ગયું હતું.
ભારતીય કોસ્ટગાર્ડે 12 ખલાસીઓને બચાવ્યા
જહાજમાં 800 ટન ખાંડ ભરીને 12 જેટલા ખલાસીઓ મુન્દ્રાથી ડીજુબુટ્ટી બંદર તરફ જઇ જઈ રહ્યા હતા. આ દરિમયાન ખરાબ હવામાનના કારણે આ જહાજ અરબ સાગરમાં ડૂબી ગયુ હતુ. અકસ્માતની જાણ થતા ભારતીય કોસ્ટગાર્ડના જવાનો તાત્કાલિક અહી આવી પહોંચ્યા હતા. અને જહાજમાં રહેલા તમામ 12 ખલાસીઓને બચાવી લીધા હતા. ભારતીય કોસ્ટગાર્ડની ટીમ હર હંમેશ સમુદ્રમાં સતર્ક રહીને સૌને બચાવવાની કામગીરી કરે છે ત્યારે આ બનાવમાં પણ એવું જ બન્યું ભારતીય કોસ્ટગાર્ડની સમયસૂચકતાને કારણે આ તમામનો જીવ બચી ગયો હતો.
ખરાબ હવામાને કારણે અકસ્માતની ભિતી
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે આ હવામાનની અસર દરિયામાં વધુ જોવા મળતી હોય છે, અનેક વખત હવામાનમાં અચાનક પલટો આવતા દરિયામાં અવર જવર કરતા લોકોને મુશ્કેલી પડતી હોય છે. તો ક્યારેક આવી મોટી દુર્ઘટનાઓ સર્જાવાની ભિતી પણ રહેતી હોય છે. ખરાબ હવામાનને કારણે અનેક વખત અરબ સાગરમાં દુર્ઘટના સર્જાતી હોય છે. ત્યારે આજે ભારતીય કોસ્ટગાર્ડની સમયસુચકતાને કારણે આજે મોટી દુર્ઘટના ટળી છે.
આ પણ વાંચો : વડોદરાના ફતેગંજ બ્રિજ પર અકસ્માત, નવા વર્ષની પાર્ટીમાં ગયેલા બે યુવાનોના મોત