દરેક શૈક્ષણિક સંસ્થા પોતે શ્રેષ્ઠ હોવાનો દાવો કરતી હોય છે, પરંતુ હોતી નથી. શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા પસંદ કરવાનો એક રસ્તો તેનું રેન્કિંગ જોવાનો છે. સદભાગ્યે કેન્દ્ર સરકાર જ દર વર્ષે રેન્કિંગ તૈયાર કરે છે, જે નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક તરીકે ઓળખાય છે.
આ ફ્રેમવર્કમાં કુલ 11 લિસ્ટ જોવા મળે છે.
- ઓલરઓલ લિસ્ટ
- યુનિવર્સિટી લિસ્ટ
- કોલેજ લિસ્ટ
- રિસર્ચ ઈન્સિટ્યૂટ લિસ્ટ
- એન્જિનિયરિંગ લિસ્ટ
- મેનેજમેન્ટ લિસ્ટ
- ફાર્મસી લિસ્ટ
- મેડિકલ લિસ્ટ
- ડેન્ટલ લિસ્ટ
- લો એટલે કે કાયદાનું લિસ્ટ
- આર્કિટેક્ચર લિસ્ટ
હવે આ પૈકીના કોઈ એક વિષયમાં તમારે અભ્યાસ કરવો હોય તો તેની શ્રેષ્ઠ સંસ્થાઓ કઈ છે તેની જાણકારી આ લિસ્ટમાં મળી શકશે. એ માટે https://www.nirfindia.org/ પર જઈને માત્ર રેન્કિંગ ચેક કરવાનું છે. આ રેન્કિંગના આધારે જ તમે નક્કી કરી શકશો કે કઈ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું જોઈએ.
આ પણ વાંચો: કરિયર ઓપ્શન: ભારતીય હવામાન વિભાગમાં 165 નોકરીઓ છે