આપણી આસપાસ અથવા તો સંબંધીઓમાં અનેક વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ ધો.10, ધો.12 કે પછી કોલેજના કોઈ સેમેસ્ટરની પરીક્ષાઓ આપી હશે. અમુક વિદ્યાર્થીઓના પરિણામ પણ આવી ગયા છે. ત્યારે જો તમે અથવા તો તમારા ધ્યાનમાં કોઈ એવા વિદ્યાર્થી હોય કે જે જર્મનીમાં અભ્યાસ કરવા માંગતા હોય તો આ માહિતી ખૂબ કામ લાગશે.
જર્મનીની PFH યુનિવર્સિટીએ ભારતના વિદ્યાર્થીઓ માટે કુલ 2.5 કરોડ રૂપિયાની સ્કોલરશીપની જાહેરાત કરી છે. આ સ્કોલરશીપ આ રકમ હેઠળ કુલ 3 પ્રકારની સ્કોલરશીપ અપાશે. આ સ્કોલરશીપ માત્ર માસ્ટર ડીગ્રી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે જ છે. આ સ્કોલરશીપીની રકમ ટ્યુશન ફી માટે અપાશે. આ સ્કોલરશીપ મેળવવા માટે કેટલાક સ્ટેપ્સ છે જેના દ્વારા તમે અપ્લાય કરી શકો છો.
સ્કોલરશીપ એપ્લિકેશન માટે આ સ્ટેપ્સ ફોલો કરો
•આ સ્કોલરશીપ માટે સૌથી પહેલાં
•pfh-university.com વેબસાઈટ ઓપન કરો
•કેમ્પસ સ્ટડી પર ક્લિક કરી બ્લોગ વિભાગમાં જાઓ
•બ્લોગ પર ક્લિક કર્યા પછી નીચે સ્ક્રોલ કરવાથી Scholarship opportunities લખેલું જોવા મળશે.
•તેના પર ક્લિક કરીને આ યોજના હેઠળની ત્રણેય સ્કોરશીપની માહિતી જોવા મળશે.
PFH જર્મન યુનિવર્સિટી ઑફ એપ્લાઇડ સાયન્સિસ 1995 માં સ્થપાયેલી એક રાજ્ય માન્ય યુનિવર્સિટી છે. જે મુખ્ય તકનીકોમાં ભાવિ મેનેજરો અને નિષ્ણાતોને તાલીમ અને શિક્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કારકિર્દી અને કોચિંગ સેવાઓ તેમજ યુનિવર્સિટીના માળખામાં જડિત વ્યક્તિગત માર્ગદર્શન સાથે તમામ અભ્યાસ કાર્યક્રમો તેમની આંતરરાષ્ટ્રીયતા અને કારકિર્દી પ્રત્યે ઉચત્તર અભિગમ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
તેમાં અભ્યાસક્રમોમાં MS in UX/UI, ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, ન્યૂ મોબિલિટી – માઇક્રો મોબિલિટી અને ડિજિટલાઇઝેશન અને ઓટોમેશનનો સમાવેશ થાય છે. જે વિદ્યાર્થીઓ 60 ટકા સાથે સ્નાતકની ડિગ્રી ધરાવે છે તથા કૌશલ્ય અને તકનીકી જ્ઞાન ધરાવે છે તેઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. આ માટે IELTS, GRE, અથવા GMAT સ્કોર્સ જરૂરી નથી.
આ સ્કોરશીપ અંતર્ગત PFH જર્મન યુનિવર્સિટી દ્વારા 50 ભારતીય વિદ્યાર્થીઓને 20 ટકા સ્કોલરશિપ મળશે, 10 વિદ્યાર્થીઓને 30 ટકા અને બે વિદ્યાર્થીઓને ટ્યુશન ફી પર 50 ટકા સ્કોલરશિપ મળશે. ત્યારે યુનિવર્સિટી સ્ક્રીનીંગ અરજદારો માટે ઓનલાઈન ટેસ્ટ અને વીડિયો કોલ ઈન્ટરવ્યુ કરશે.
આ સ્કોરશીપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30મી જૂન છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો હમ દેખેંગે ફોલો કરો અને લિંક શેર કરો.