ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કેર, એક મહિનામાં કેસનો આંકડો જાણી રહેશો દંગ
- ગુજરાતમાં સ્વાઈન ફલૂએ ફરી એક વાર માથું ઊચક્યું
- દેશમાં કેસ-મોત મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કેસ આવ્યા
ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ કેર વર્તાવ્યો એક જ મહિનામાં 180 કેસ સાથે નવ લોકોના મોત થયો છે. 2023ના આખા વર્ષમાં 212 કેસ, ત્રણના મોત થયા હતા. તેમજ ગુજરાતમાં સ્વાઈન ફલૂએ ફરી એક વાર માથું ઊંચક્યું છે. તેમાં બે માસમાં 245 દર્દી સાથે કેસ-મોત મામલે ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં AMTS બસ બેફામ બની, એક્ટિવાને ટક્કર મારતા મહિલાનું મોત
અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં કેસ આવ્યા
છેલ્લા ફેબ્રુઆરી મહિનામાં જ એચ1એન1 એટલે કે સ્વાઈન ફલૂના નવા 180 કેસ સામે આવ્યા છે, જે પૈકી નવ દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં આ કેસ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં અચાનક સ્વાઈન ફલૂના કેસ સામે આવતાં તબીબોએ ચિંતા વ્યક્ત કરી છે. છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં 245 કેસ નોંધાયા છે. ગત વર્ષ 2023ના અરસામાં 212 કેસ અને ત્રણ દર્દીનાં મોત હતા. આમ ગત આખા વર્ષમાં જેટલા કેસ નોંધાયા તેના કરતાં પણ વધુ કેસ અને મોત આ બે મહિનામાં સામે આવ્યા છે.
આ પણ વાંચો: Lok Sabha Election:ગુજરાત કોંગ્રેસને ઝટકો, આ જિલ્લામાં વિવિધ નેતાઓએ રાજીનામા આપ્યા
ગુજરાતના આરોગ્ય વિભાગને પણ હરકતમાં આવવું પડે તેવી સ્થિતિ
નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના લેટેસ્ટ આંકડા પ્રમાણે ગુજરાતમાં સ્વાઈન ફલૂએ ફરી એક વાર કેર વર્તાવાનું શરૂ કર્યું છે. સમગ્ર દેશમાં કેસ અને મોતની સંખ્યા મામલે ગુજરાત ચોથા ક્રમે છે. છેલ્લા બે મહિનામાં પંજાબમાં સૌથી વધુ 27 દર્દીનાં મોત થયા છે, એ પછી હરિયાણામાં 18, રાજસ્થાનમાં 12 અને ચોથા ક્રમે ગુજરાતમાં નવના મોત સામે આવ્યા છે. ગુજરાતમાં નવ મોત એક જ માસમાં છે. આ સ્થિતિને પગલે ગુજરાતના આરોગ્ય વિભાગને પણ હરકતમાં આવવું પડે તેવી સ્થિતિ છે.