ટોપ ન્યૂઝનેશનલ

જ્ઞાનવાપીમાં મળેલા ‘શિવલિંગ’નું કાર્બન ડેટિંગ કરાવવું જોઈએ, SCમાં નવી અરજી દાખલ

Text To Speech

નેશનલ ડેસ્કઃ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, મસ્જિદમાં મળેલા ‘શિવલિંગ’ની ASI દ્વારા કરવામાં આવેલી કાર્બન ડેટિંગ કરાવવી જોઈએ. આ તેની ઐતિહાસિકતા અને પ્રામાણિકતા સાબિત કરશે.

7 હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાઉન્ડ પેનિટ્રેશન રડાર સર્વે પણ થવો જોઈએ. આ મામલાની સુનાવણી કરતા પહેલાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપીમાં જ્યાં શિવલિંગ જોવા મળ્યું છે, તેને સુરક્ષિત કરવામાં આવે. આ સિવાય સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને આદેશ આપ્યો હતો કે, તેઓ આગામી આદેશ સુધી અન્ય કોઈ જગ્યાએ વજૂ કરે.

મહિલાઓએ એડવોકેટ વિષ્ણુ જૈન મારફત એક પિટિશન દાખલ કરીને માંગ કરી છે કે, તેઓ શ્રી કાશી વિશ્વનાથ ટ્રસ્ટને જ્ઞાનવાપીમાં મળેલા ‘શિવલિંગ’ને લઈ જવાનો આદેશ આપે. આ સિવાય જૂના મંદિરની બાજુમાં આવેલી જમીનનો કબજો મેળવો. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ત્યાં બિરાજમાન શિવલિંગ કેટલું પૌરાણિક હશે તે કહી શકાય નહીં. તેની પરિઘમાં આવતી 5 કોસ જમીન પર મંદિરનો અધિકાર છે. પિટિશન દાખલ કરનાર મહિલાઓમાં એક એડવોકેટ, એક પ્રોફેસર અને 5 સામાજિક કાર્યકરો સામેલ છે. તેમણે તેમની અરજીમાં જણાવ્યું હતું કે, જ્ઞાનવાપીમાં મળેલા ‘શિવલિંગ’ની ઐતિહાસિકતા જીપીઆર સર્વે અને કાર્બન ડેટિંગ દ્વારા જ જાણી શકાય છે.

Back to top button