શરીરની ફિટનેસ માટે કાર્બોહાઇડ્રેટ્સ કેટલુ જરુરી ?, એક દિવસમાં આટલું કાર્બસ લેવું
વજન ઘટાડવા અને ફિટનેસ માટે લોકો આહારમાંથી કાર્બોહાઇડ્રેટ્સ લેવાનું બંધ કરી દે છે, પરંતુ તમને જણાવી દઇએ કે કાર્બોહાઇડ્રેટ્સ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. કાર્બોહાઇડ્રેટ્સ શરીરને પોષણ આપવા માટે જરૂરી અન્ય પોષક તત્ત્વોની જેમ મહત્વપૂર્ણ છે. જ્યાં એક તરફ કાર્બોહાઈડ્રેટ શરીર માટે જરૂરી માનવામાં આવે છે, તો બીજી તરફ વધુ પડતા સેવનથી બીમારીઓ વધી શકે છે. કાર્બોહાઇડ્રેટ્સ શરીરના દુશ્મન નથી, પરંતુ આપણે કેવા કાર્બોહાઈડ્રેટનું સેવન કરીએ છીએ અને કેટલી માત્રામાં સેવન કરીએ છીએ તે જાણવું જરૂરી છે. વધુ પડતા કાર્બોહાઇડ્રેટ્સનું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે વધુ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાથી શરીર શું સંકેત આપે છે અને સ્વસ્થ રહેવા માટે કેટલું કાર્બોહાઇડ્રેટનું સેવન કરવું જોઈએ. ચાલો તેના વિશે જાણીએ.
કાર્બોહાઇડ્રેટ્સ શું છે?
બે પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ હોય છે એક સિંપલ અને કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સ છે. સિંપલ કાર્બોહાઇડ્રેટ્સ ખાંડ છે અને કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સ સ્ટાર્ચ અને ફાઇબર છે. હેલ્થ શોટ્સ મુજબ, શરીરને ઉર્જા માટે સાદા કાર્બોહાઇડ્રેટ્સને બદલે જટિલ કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. સિંપલ કાર્બસ જેવીકે ખાંડ જે શરીરમાં અન્ય સમસ્યાઓ વધારી શકે છે. આથી હેલ્ધી કાર્બોહાઇડ્રેટ ખાવાથી શરીર પર નકારાત્મક અસર પડતી નથી, પરંતુ સિંપલ કાર્બોહાઇડ્રેટ્સનું વધુ પડતું સેવન શરીરને ઘણી સમસ્યાઓનો સંકેત આપી શકે છે.
હેલ્ધી કાર્બોહાઇડ્રેટ્સ શું છે?
દરેક ખાદ્ય સ્ત્રોતમાં વિવિધ પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે તેથી શરીરને તે કાર્બોહાઇડ્રેટ્સ પસંદ કરવા જોઈએ જે તેને ફાયદો કરી શકે. વિવિધ પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સમાં ઊર્જા પ્રદાન કરવા માટે વિવિધ પરમાણુઓ હોય છે. શરીરની જરૂરિયાત મુજબ તેની પસંદગી કરવી જોઈએ. ઉદાહરણ તરીકે, વજન ઘટાડવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કાર્બોહાઇડ્રેટ્સનું સેવન કરવું જોઈએ. કોમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટ્સમાં આખા અનાજ, ફળો, શાકભાજી, બ્રેડ અને ભાત શામેલ હોઈ શકે છે.
એક દિવસમાં કેટલા કાર્બોહાઇડ્રેટ્સની જરૂર છે?
કાર્બોહાઇડ્રેટ્સનું સેવન વ્યક્તિની પસંદગી મુજબ છે કારણ કે દરેક વ્યક્તિની શરીરની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. તે બોડી માસ ઇન્ડેક્સ પર આધારિત છે. તે વ્યક્તિના BMI, BMR, શારીરિક પ્રવૃત્તિ અને ખાવાની આદત પર આધાર રાખે છે. સામાન્ય રીતે, શરીરને ઊર્જા માટે 55 થી 60 ટકા જટિલ કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. વ્યક્તિને શરીરના વજનના કિલોગ્રામ દીઠ 7-9 ગ્રામ પ્રમાણે કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે.
આ પણ વાંચો: ‘તંબાકુથી કેન્સર થાય છે, અવાજ કાઢવાથી નહી’… દિશા વાકાણીનાં કેન્સરની અફવા પર બોલ્યાં અસિત મોદી