નડીયાદમાં વરસાદનું પાણી ભરાતા કાર ફસાઈ, 4 લોકોનું રેસ્ક્યું
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આણંદમાં મોડી રાતથી જ મુસળધાર વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.આ સાથે નડિયાદમાં ધોધમાર વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા કાર ફસાઈ ગઈ હતી. જે બાદ ફાયર બ્રિગેડ દ્વારા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર ખેડા તથા આણંદ જીલ્લામા મોડી રાતે ભારે વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી વહેલી સવાર સુધી નડીયાદમાં લગભગ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમા પાણી ભરાઈ ગયા. ખાસ કરીને નડિયાદના રેલ્વે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા.
આ પણ વાંચો : આનંદ મેળો બન્યો મોતનો મેળો! વીજ કરંટ લાગતા 10 વર્ષના બાળકનું મોત
જેમા એક યુપી પાસીંગની કાર કે જે અમદાવાદથી નડીયાદ આવી રહી હતી તે નડીયાદના શ્રેયસ રેલ્વે ગરનાળામા ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. જેવી કાર પાણીમાં આગળ વધવા લાગી એમ એમ વરસાદનું પાણી કારમા આવ્યું અને કારમાં સવાર ચાર લોકોમાંથી 3 લોકો સહી સલામત બહાર નીકળી ગયા. જ્યારે કાર ચાલક કારમાં જ ફસાઈ ગયો હતો.
વધારે પાણીને કારણે કાર ચાલક કાર પર બેસી ગયો હતો. આ ઘટનાની જાણ નડીયાદ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ડ્રાઈવર કારને દોરડા વડે સહીસલામત બહાર કાઢ્યા. મહત્વનું છે કે, નડીયાદમાં ચાર ગરનાળા છે. અને તમામ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે. લોકો પણ જાણતા અજાણતા આ ગરનાળામા પાણી ભરાયા હોવા છતા વાહન લઈ પસાર થવાની કોશીશ કરે છે. અને પોતાનો જીવ જોખમમા મુકે છે.
આ પણ વાંચો : અમદાવાદ – ગાંધીનગરમાં U20 સમિટ : વિદેશી મહેમાનોનું ધામધૂમથી સ્વાગત