અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવીડિયો સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડા ગામ બસ સ્ટેન્ડ પાસે AMTS બસ અને XUV વચ્ચે જોરદાર ટક્કર; એકનું મોત; EXCLUSIVE VIDEO

Text To Speech

અમદાવાદ, 28 માર્ચ: 2025:: અમદાવાદ શહેરના ચાંદખેડા ગામ બસ સ્ટેશન પાસે આજે સવારે એટલે કે 28 માર્ચના સવારના રોજ AMTS બસમાં પાછળથી જોરદાર સ્પીડમાં આવતી XUV ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેમાં કાર ડ્રાઇવરની બાજુમાં બેઠેલા વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અને કારચાલકની ઇજાઓ તથા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે એએમટીએસ બસમાં મુસાફરો ચડી રહ્યા હતા ત્યારે અકસ્માત થતા તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ભયંકર અકસ્માત; બસ 10 ફૂટ દૂર ધકેલાઇ
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં અકસ્માતના કેસો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી તેમજ ડીજીપીના વાહન વ્યવહારને લઈને કડક અમલ અમલવારી કરવાનો આદેશ અપાયા હોવા છતાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસોમાં પણ ઘટાડો જોવા મળતો નથી. કારણકે આજે સવારે જોરદાર સ્પીડમાં આવતી XUV કાર AMTS બસની પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં બસ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ હતી અને કારના ફૂરચે ફૂર્ચા ઉડી ગયા હતા. સાથે કારમાંથી એક દારૂની ફૂટેલી બોટલ પણ મળી

આવી હોવાનું જાણવા મળ્યું છે.

ધડાકાભેર XUV ઘૂસી જતા લોકોએ બુમા બુમ કરી મૂકી
અકસ્માત જોનારા લોકોના જણાવ્યા મુજબ કાર એટલી સ્પીડમાં હતી કે બસની પાછળના ભાગમાં ઘૂસી ગઈ તેમાં બેઠેલા અને બસમાં ચડતા લોકો પણ બૂમાબૂમ કરવા લાગ્યા હતા કારમાં બેસેલા લોકો પહેલી દૃષ્ટિએ મૃત્યુ પામ્યા હોય તેવું લાગ્યું હતું પરંતુ 108ના બોલાવ્યા બાદ કારનું ડ્રાઇવિંગ કરતા પ્રકાશકુમાર સિંઘને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને તેની બાજુમાં બેસેલા વિકાસ શુક્લા નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ કારચાલક પ્રકાશકુમાર સિંઘ ચાંદખેડાનો રહેવાસી છે. જે ઘટનાના HD ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ વિડિયો અને ફોટોસ મળી આવ્યા છે.

બ્લાસ્ટ તથા માંડ માંડ બચ્યા; કારચાલકની સ્થિતિ નાજુક
મળતી માહિતી મુજબ કાલચાલકની બાજુમાં બેસેલા પ્રકાશકુમાર સિંઘની સ્થિતિ વધુ નાજુક હોવાથી હાલ તેને નજીકની બીજી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચાંદખેડા પોલીસની એક ટીમ સાથે ફાયર ઓફિસરની ટીમ પણ ઘટનાની જાણ થતા રેસ્ક્યુ કરવા પહોંચી ગઈ હતી ત્યારે ફાયર અધિકારીએ અકસ્માત અંગે તપાસ કર્યા પછી જણાવ્યું હતું કે ટક્કર એટલી જોરદાર હતી કે જો થોડીક ગાડી વધારે સ્પીડમાં હોત તો બસના સીએનજીના બાટલાને અડી ગયું હોત અને બંને ગાડીઓમાં બ્લાસ્ટ થવાની શક્યતા હતી. પરંતુ સદનસીબે હાલ બસમાં ચડી રહેલા સ્થાનિક પેસેન્જરનો જીવ બચી ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ પણ વાંચો..સોનું રેકોર્ડ હાઇ તો ચાંદી થઇ લાખેણી: જોઇ લો સોના ચાંદીની ચમકનો ભાવ

Back to top button