યુટિલીટી
કાર ખરીદવા માટે કાર લોન લેવી કે પર્સનલ? જાણો શેમાં છે ફાયદો
દશેરા પર વાહનોની બમ્પર ખરીદી કરવામાં આવી છે. આજે બજારમાં મળતી કાર્સ તેના ફીચર્સ અને આકર્ષક કિંમતોને કારણે દરેક પરિવારનું સપનું હોય છે કે તેમના પાર્કિંગમાં પણ એક સરસ મજાની કાર ઉભી હોય.
ત્યારે મોટાભાગના લોકો કાર ખરીદવા માટે લોન પ્રિફર કરતા હોય છે. કાર ખરીદવા માટે લોન મળે છે એમ પર્સનલ લોન પણ મળે છે.કાર લેવી હોય તો બેમાંથી કઈ લોન લેવી એ બાબત તપાસવી જોઈએ.
આ પણ વાંચો : 23 લાખ ક્રેડિટ કાર્ડ બંધ કરી દેવાયા, ક્યાંક એમાં તમારુ તો નથી ને?
કાર લેવા માટે કારલોન સારી કે પર્સનલ?
- કાર લોનનો ઉપયોગ કાર ખરીદવા માટે જ થઈ શકે છે, જ્યારે પર્સનલ લોનનો ઉપયોગ વિવિધ પર્સનલ ઉપયોગ માટે થઈ શકે છે.
- કાર લોન માટે ક્રેડિટ સ્કોરની ખાસ જરૃર નથી, પરંતુ પર્સનલ લોન માટે જરૃરી છે.
- પર્સનલ લોનનો વ્યાજદર સામાન્ય રીતે કાર લોન કરતાં વધારે હોય છે.
- પર્સનલ લોનમાં કોઈ ડાઉન પેમેન્ટ નથી હોતું, કાર લોનમાં ડાઉન પેમેન્ટ આપવું પડે છે.
- પર્સનલ લોનના વ્યાજદર સ્થિર નથી હોતા, પરંતુ કાર લોનનો વ્યજદર સામાન્ય રીતે સ્થિર હોય છે.
આવા કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખીને કઈ લોન લેવી એ પસંદ કરવું જોઈએ.