ટ્રેન્ડિંગનેશનલ

કર્ણાટકમાં ગાઢ ધુમ્મસના લીધે કાર ટેન્કર સાથે અથડાઈ, ઘટના સ્થળે 12નાં મૃત્યુ

Text To Speech

કર્ણાટક: ચિકબલ્લાપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ અકસ્માત ગુરુવારે સવારે 7.15 વાગ્યે NH 44 પર ચિત્રાવતી ટ્રાફિક પોલીસ સ્ટેશનની સામે થયો હતો. જેમાં એક શખ્સની હાલત ગંભીર છે. મૃતકોમાં 8 પુરુષો અને 4 મહિલાઓ હતા. H 44 પર સામેથી આવી રહેલી ટાટા સુમોએ ઉભેલા ટેન્કરને ટક્કર મારી હતી. ટેન્કર અને સુમો વચ્ચેની અથડામણ બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, ગાઢ ધુમ્મસને કારણે કાર ચાલક રોડ કિનારે પાર્ક કરેલા ટેન્કરને જોઈ શક્યો ન હતો અને તેની સાથે અથડાઈ હતી.

 આ દુર્ઘટના ઘટી ત્યારે મુસાફરો બાગેપલ્લીથી મુસાફરી કરી રહ્યા હતા અને બેંગલુરુ જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગળની પૂછપરછ હાથ ધરી હતી. અકસ્માત કેવી રીતે નડ્યો તેની તપાસ ચાલુ છે. બીજી તરફ, હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી.

અકસ્માતના પગલે વહેલી સવારે હાઈવે પર ચક્કાજામ થઈ ગયો હતો. અકસ્માતના કેટલા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેનાથી અંદાજો લગાવી શકાય કે, કાર અને ટેન્કર વચ્ચે કેટલી ભીષણ ટક્કર થઈ હશે. પ્રાથમિક તપાસ કરતાં માલૂમ પડ્યું છે કે, રસ્તામાં ચારેબાજુ ગાઢ ધુમ્મસના લીધે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોકે, પોલીસ હાલમાં મૃતકોની ઓળખ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશમાં ભાજપના મહિલા નેતા માટે કાર-ટ્રક વચ્ચેનો અકસ્માત જીવલેણ સાબિત થયો

 

 

Back to top button