ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ગાઝા પર કબજો એ ઇઝરાયેલ માટે મોટી ભૂલ હશે: બાઇડન

Text To Speech
  • બાઇડન ઇઝરાયેલની મુલાકાત લઈ શકે છે
  • અમેરિકી પ્રમુખે હમાસને કાયરોનું ટોળું ગણાવ્યું
  • ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો આજે દસમો દિવસ

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું કે હમાસનો અંત જરૂરી છે પરંતુ ગાઝા પર કબજો કરવો ઈઝરાયેલ માટે મોટી ભૂલ હશે. તેમણે કહ્યું કે, હમાસે બર્બરતા કરી છે. આ સંગઠનને ખતમ કરવું જરૂરી છે. પરંતુ પેલેસ્ટિનિયન લોકો માટે પણ એક દેશ હોવો જોઈએ, અલગ સરકાર હોવી જોઈએ. સાથે જ જો ઇઝરાયેલ ગાઝા કબજો જમાવી લે તો તે મોટી ભૂલ ગણાશે. એક રિપોર્ટ મુજબ, બાઇડન આગામી દિવસોમાં ઇઝરાયેલની મુલાકાત લઈ શકે છે. વ્હાઇટ હાઉસના અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે બાઇડનની ઇઝરાયેલ મુલાકાતની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.

અમેરિકન પ્રમુખ જો બાઇડન ઇઝરાયલને સમર્થન આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હમાસ કાયરોનું ટોળું છે. ગાઝામાં જે બન્યું તે હમાસ છે અને હમાસના ઉગ્રવાદીઓ તમામ પેલેસ્ટિનિયનોનું પ્રતિનિધિત્વ કરતા નથી. નોંધનીય છે કે, હમાસ દ્વારા કરાયેલા હુમલામાં અત્યાર સુધી 29 અમેરિકન નાગરિકો માર્યા ગયા છે. આ પહેલા રવિવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 13 અમેરિકન નાગરિકો ગુમ થયાની પુષ્ટિ કરી હતી. એવું માનવામાં આવે છે કે તેને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યો છે.

7 ઓક્ટોબરે શરૂ થયેલા યુદ્ધનો આજે 10મો દિવસ છે. ઈઝરાયેલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 2,450 પેલેસ્ટાઈનના મૃત્યુ થયા છે. જેમાં 724થી વધુ બાળકો અને 370થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમજ હમાસના હુમલામાં લગભગ 1,400 ઇઝરાયેલના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે 1967માં ઈઝરાયેલે પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠા, ગાઝા અને મધ્ય પૂર્વમાં ઈસ્ટ જેરુસલેમ પર કબજો જમાવ્યો હતો. હવે તે ગાઝા પટ્ટી પર ફરીથી કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

આ પણ વાંચો: ‘હમાસે યુદ્ધ શરૂ કર્યું, સમાપ્ત અમે કરીશું’ : ઇઝરાયેલ PM નેતન્યાહુ

Back to top button