ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ પહેલા કેપ્ટન હાર્દિક પંડ્યાનું નિવેદન : કહ્યું – વર્લ્ડ કપમાં હારથી નિરાશ, પરંતુ આગળ વધવું પડશે

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર થઈ ગઈ હતી. વર્લ્ડ કપમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે આ શુક્રવારથી પ્રથમ સીરીઝ રમશે. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતે 18 થી 30 નવેમ્બર દરમિયાન ત્રણ ટી-20 અને ત્રણ વનડે શ્રેણી રમવાની છે. તે માટે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પણ પહોંચી ગઈ છે. T20 સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું કહેવું છે કે તે T20 વર્લ્ડ કપમાં ભારતના પ્રદર્શનથી નિરાશ છે પરંતુ ટીમને આગળ વધવાની જરૂર છે.

આ પણ વાંચો : બાંગ્લાદેશના પ્રવાસ માટેની ટીમમાં અજિંક્ય રહાણેને સ્થાન કેમ નથી મળ્યું ?

અમારે આગળ વધવું જ પડશે : કેપ્ટન હાર્દિક પંડ્યા 

 ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં હાર્દિકને ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ શ્રેણીની શરૂઆત પહેલા હાર્દિકે કહ્યું હતું કે,’ટીમ ઈન્ડિયાએ પોતાની હારને સફળતા તરીકે લેવાની જરૂર છે.’ હાર્દિકે કહ્યું કે,’અમે પ્રોફેશનલ પ્લેયર્સ છીએ અને આપણે આ હારને એ જ રીતે લેવાની જરૂર છે જે રીતે આપણે આપણી સફળતાને લઈએ છીએ. આનો સ્વીકાર કરીને આપણે આગળ વધવું જોઈએ.’

હાલ અમારું ધ્યાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર : હાર્દિક 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ પહેલા હાર્દિકે કહ્યું હતું કે,’T20 વર્લ્ડ કપ 2024નો રોડમેપ શરૂ થઈ ગયો છે, પરંતુ હાલમાં ટીમનું સંપૂર્ણ ધ્યાન ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે. ન્યૂઝીલેન્ડ છેલ્લા કેટલાક વર્ષોમાં શાનદાર ટીમ રહી છે.’ હાર્દિકે કહ્યું, “તેઓએ હંમેશા શાનદાર પ્રદર્શન કર્યું છે અને એક ટીમ તરીકે તમને પડકાર આપ્યો છે.આ સિરીઝમાં યુવાઓને ટીમમાં પોતાની યોગ્યતા સાબિત કરવાની અને સારું પ્રદર્શન કરવાની મોટી તક મળશે.”

ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે ટી20 ટીમ

ભારત 

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટ કીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટ કીપર), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ. અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, ડેરીલ મિશેલ, એડમ મિલ્ને, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, બ્લેર ટિકનર.

Back to top button