ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

એસીની ઠંડી સહન થતી નથી અને વારંવાર બંધ કરી દો છો? તો શરીરમાં હોઈ શકે આ વસ્તુની કમી

Text To Speech
  • કોઈ પણ બીમારી આવે તો શરીરમાં નાના નાના પરિવર્તનો જોવા મળે છે. જો તેને સમજી લઈએ તો જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરીને બીમારીઓને વધતા રોકી શકાય છે

કોઈ પણ બીમારી આવે તો શરીરમાં નાના નાના પરિવર્તનો જોવા મળે છે. જો તેને સમજી લઈએ તો જરૂરી પોષક તત્વોની પૂર્તિ કરીને બીમારીઓને વધતા રોકી શકાય છે. જો શરીરમાં આ પરેશાનીઓ અને દુખાવા થઈ રહ્યા હોય તો સમજી લો કે શરીરમાં ન્યુટ્રિઅન્સની કમી થઈ રહી છે. વસ્તુ નાની હોય છે, પરંતુ તે પોષક તત્વોની ઉણપને  ઓળખવાની ચાવી છે. જાણો કયાં લક્ષણો કયા ન્યુટ્રિઅન્સની કમીના સંકેત હોઈ શકે છે.

આયરનની કમી

બગાસા આવવા નોર્મલ પ્રોસેસ લાગતી હશે, પરંતુ જો તમને વારંવાર સુસ્તી અનુભવાતી હોય તો તે શરીરમાં આયરનની કમીના સંકેત છે. અનેક ડાયેટીશિયનનું માનવું છે કે બરફ ખાવાની ઈચ્છા થવી આયરનની કમીના સંકેત છે.

એસીની ઠંડી સહન થતી નથી અને વારંવાર બંધ કરી દો છો? તો શરીરમાં હોઈ શકે આ વસ્તુની કમી hum dekhenge news

 

કમર અને હાડકામાં દુખાવો

જો કમર દર્દ તમને પરેશાન કરી રહ્યો હોય કે હાડકામાં દુખાવો થતો હોય તો તે વિટામીન ડીની કમી તરફ ઈશારો કરે છે.

ઠંડી સહન ન થવી

કેટલાક લોકોને એસીની ઠંડી સહન થતી નથી અને વારંવાર એસી બંધ કરી દે છે. જો શરીર એસીની ઠંડક સહન કરી શકતું નથી તો શરીરમાં આયોડિનની કમી હોઈ શકે છે.

મસલ્સની કમજોરી

ચાલતાં ચાલતાં પગની નસ ખેંચાઈ જાય કે પછી મસલ્સ ખેંચાઈ જાય અને દુખાવો થવા લાગે અથવા મસલ્સમાં દુખાવો થવા લાગે તો તે મેગ્નેશિયમના લો લેવલ તરફ ઈશારો કરે છે.

એસીની ઠંડી સહન થતી નથી અને વારંવાર બંધ કરી દો છો? તો શરીરમાં હોઈ શકે આ વસ્તુની કમી hum dekhenge news

હાથ પગમાં ઝણઝણાટી

હાથ પગમાં કીડી કરડવા જેવું અનુભવાઈ રહ્યું હોય અથવા તો પછી ઝણઝણાટ થઈ રહી હોય તો તે વિટામીન બી 12ની કમી તરફ ઈશારો કરે છે.

આ પણ વાંચોઃ 12 કલાક રોટલીઓ ફ્રેશ અને ટેસ્ટી રાખવી હોય તો કરો આ નાનકડું કામ 

Back to top button