ટોપ ન્યૂઝમનોરંજન

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો પ્રારંભ, ભારતની મજબૂત સ્ટોરીલાઈનવાળી આ 6 ફિલ્મો દેખાડવામાં આવશે

Text To Speech

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 (CANNES FILM FESTIVAL)નો ફ્રાંસમાં પ્રારંભ થઈ ગયો છે. આ ફેમસ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ જોવા મળશે. સાથે જ દીપિકા પાદૂકોણને આ વર્ષે જ્યૂરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે અનેક દેશની અલગ અલગ ફિલ્મ દેખાડવામાં આવે છે. જેમાં ભારતની પણ કેટલીક ફિલ્મને સામેલ કરવામાં આવે છે. કાન્સ-2022માં પણ ભારતીય સિનેમાની અનેક ફિલ્મોને દેખાડવામાં આવશે, જે અંગે અમે તમને બતાવવા માગીએ છીએ.

રોકેટરી- ધ નામ્બી ઈફેક્ટ

આ ફિલ્મ વૈજ્ઞાનિક નામ્બીના જીવન પર આધારિત છે. નામ્બી ઈસરો (ISRO)ના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર હતા

આર. માધવનની આ ફિલ્મને કાન્સ-2022માં દેખાડવામાં આવશે. આ ફિલ્મ વૈજ્ઞાનિક નામ્બીના જીવન પર આધારિત છે. નામ્બી ઈસરો (ISRO)ના પૂર્વ વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર હતા. તેમને એક સ્પાઈ સ્કેન્ડલમાં પકડવામાં આવ્યા હતા. માધવન આ ફિલ્મમાં લીડ રોલ કરતા જોવા મળશે. આ ફિલ્મને માધવને જ ડાયરેક્ટ અન પ્રોડ્યૂસ કરી છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો જ ઉત્સાહ છે.

ગોદાવરી

આ મરાઠી ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર વાનકુંવર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-2021માં થયું હતું

નિખિલ મહાજન દ્વારા બનાવવામાં આવેલી મરાઠી ફિલ્મ ગોદાવારી કાન્સ-2022માં દેખાડવામાં આવશે. ફિલ્મની વાર્તા એક પરિવાર અંગે છે, જે એક મોતના દર્દનો સામનો કરી રહ્યાં છે. એક મોત જેને તેઓ જાણે છે અને બીજી મોત જેના માટે તેઓ તૈયાર ન હતા. નાસિકના ગોદાવરી કિનારાની આજુબાજુની વાત પરની આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર વાનકુંવર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ-2021માં થયું હતું.

આલ્ફા, બીટા, ગામા

ડાયરેક્ટર શંકર શ્રીકુમારે બનાવેલી આલ્ફા, બીટા અને ગામા એક હિન્દી ફિલ્મ છે.

ડાયરેક્ટર શંકર શ્રીકુમારે બનાવેલી આલ્ફા, બીટા અને ગામા એક હિન્દી ફિલ્મ છે. જેમાં જય નામના એક શખસની વાત છે, જેનો ડાયરેક્ટોરિયલ કેરિયર ખરાબ ચાલી રહ્યો છે. સાથે જ તેનું લગ્નજીવન પણ લગભગ સમાપ્ત થઈ ગયું છે. જય પોતાની ગર્લફ્રેન્ડની સાથે જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ કાન્સ 2022માં દેખાડવામાં આવશે.

બૂમ્બા રાઈડ

આ ફિલ્મ રુરલ ઈન્ડિયાના એજ્યુકેશન સિસ્ટમ પર બનેલી કોમિક સટાયર છે

આસામની ફિલ્મ બૂમ્બા રાઈડને કાન્સ 2022માં દેખાડવામાં આવશે. આ ફિલ્મનું ડિરેક્શન બિસ્વજીત બોરાએ કર્યું છે. આ ફિલ્મ રુરલ ઈન્ડિયાના એજ્યુકેશન સિસ્ટમ પર બનેલી કોમિક સટાયર છે. ફિલ્મને આસામની બ્રહ્મપુત્ર નદીના કિનારે શૂટ કરવામાં આવી હતી.

ધૂન

ફિલ્મ ગમક ઘર ફેમ ડાયરેક્ટર અચલ મિશ્રાએ આ ફિલ્મ બનાવી છે

ફિલ્મ ગમક ઘર ફેમ ડાયરેક્ટર અચલ મિશ્રાએ આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ એક એકટર અંગે છે જે મોટો એક્ટર થવાના સપનાં જોવે છે, પરંતુ તેનું ગુજરાન પણ માંડ ચાલે છે. બાદમાં તે મ્યુન્સિપાલિટી માટે સ્ટ્રીટ પ્લે કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.

ટ્રી ફુલ ઓફ પેરેટ્સ

ફિલ્મની વાર્તા 8 વર્ષના બાળક પૂંજન પર આધારિત છે

ડાયરેક્ટર જયરાજે આ ફિલ્મ બનાવી છે. ફિલ્મની વાર્તા 8 વર્ષના બાળક પૂંજન પર આધારિત છે. પૂંજન પોતાના જીવનને નાની-નાની નોકરી કરીને ચલાવે છે. આ રીતે તે પોતાના પરિવાર, દારુડિયા બાપ, દાદા અને દાદીનું ધ્યાન રાખે છે. આ મલયાલમ ફિલ્મને નવનીત ફિલ્મ્સે પ્રોડ્યૂસ કરી છે.

કાયાપલટ

ટીવી એક્ટ્રેસ હેલી શાહ ફિલ્મ કાયાપલટથી પોતાના ફિલ્મ કેરિયરનું ડેબ્યુ કર્યું છે

ટીવી એક્ટ્રેસ હેલી શાહ ફિલ્મ કાયાપલટથી પોતાના ફિલ્મ કેરિયરનું ડેબ્યુ કર્યું છે. આ એક ડાર્ક થ્રિલર છે. જેની વાર્તા જમ્મુ બેઝ્ડ છે. આ ફિલ્મનું પોસ્ટર કાન્સ-2022માં રિવીલ કરાશે.

Back to top button