રશિયન યુક્રેન યુદ્ધ: 15 વર્ષીય યુક્રેનિયન બાળકે રશિયન સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું


રશિયન યુક્રેન યુદ્ધ અપડેટ: યુક્રેન પર રશિયન આક્રમણ 100 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધી ઘણી દુર્ઘટનાઓ જોવા મળી છે. જો કે, યુદ્ધમાં ઘણા બહાદુર યોદ્ધાઓની વાર્તાઓ પણ સામે આવી છે. આવી જ એક વાર્તા 15 વર્ષના અંડ્રી પોકરાસા અને તેના પિતા સ્ટાનિસ્લાવની છે.
ડ્રોનનો ઉપયોગ
અંડ્રી પોકરાસા અને તેના પિતા રશિયન સૈન્યની હલ-ચલ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. યુક્રેનની રાજધાની કિવની બહાર રહેતા પિતા-પુત્રની જોડીએ રશિયન ટેન્કોની હલ-ચલને ટ્રેક કરવા માટે નાના ડ્રોનનો ઉપયોગ કર્યો અને યુક્રેનિયન સૈનિકોને ડેટા મોકલ્યો.
દેશની મદદ
પિતા-પુત્રની આ જોડીની મદદથી યુક્રેને ઘણા સફળ મિશન પાર પાડ્યા છે. રશિયન હુમલાના શરૂઆતના દિવસોને યાદ કરતાં અંડ્રીએ કહ્યું કે આ મારા જીવનની સૌથી ડરામણી ક્ષણો હતી. અમે યુક્રેનિયન સશસ્ત્ર દળોને દુશ્મનના ફોટા અને તેમના સ્થાનો વિશે જાણ કરી. આનાથી તેને દુશ્મનો પર હુમલો કરવામાં મદદ મળી.
અંડ્રીના પિતા સ્ટાનિસ્લાવનીએ કહ્યું કે, હું માત્ર ડ્રોન ઉડાડવામાં મદદ કરું છું. વાસ્તવમાં અંડ્રી ડ્રોન ચલાવે છે. હું પણ ડ્રોન ઉડાવી શકું છું, પરંતુ મારો પુત્ર વધુ સારી રીતે ડ્રોન ઉડાવી શકતો હોવાથી અમે બંનેએ નક્કી કર્યું કે અંડ્રી ડ્રોન ઓપરેટ કરશે.
20 ટેન્ક નાશ કર્યા
અંડ્રીએ કહ્યું કે જ્યારે રશિયન સૈનિકો કિવના પશ્ચિમ ભાગમાં આવેલા તેમના ગામમાં પહોંચ્યા, ત્યારે તેમણે આવનારા સમયમાં તેની શું અસર થશે તેનો વિચાર કર્યા વિના ડ્રોન વડે દુશ્મન સૈનિકોની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. અંડ્રીના જણાવ્યા અનુસાર, આ માહિતીના આધારે, રશિયન સેનાના લગભગ 20 ટેન્ક નાશ પામ્યા હતા.