અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ઉમેદવારો ભગવાનના શરણે, કોંગ્રેસના જેનીબેને ધ્વજા ચડાવી, અનંત પટેલે માતાજીના આશીર્વાદ લીધા

અમદાવાદ, 16 એપ્રિલ 2024, કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે. ત્યારે આજે ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારો ફોર્મ ભરશે. 16 એપ્રિલે કચ્છ, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પશ્ચિમ, અમરેલી, છોટા ઉદેપુર, વલસાડ, પંચમહાલ અને પોરબંદરના કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. રાજકોટ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા પાટણ બેઠકના ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. ત્યારે ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો ભગવાનના શરણે પહોંચ્યા હતા.

જશવંત સિંહ ભાભોરે ભમરેચી માતાના પણ દર્શન કર્યા
અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેને મંદિર પર ધ્વજા ચડાવી હતી. છોટા ઉદેપુરના ભાજપના ઉમેદવારે મહાદેવજીની પૂજા કરી હતી. તેમજ વલસાડના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે માતાના આશીર્વાદ લીધા હતા.દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર આજ રોજ 12.39 મિનિટે વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવશે. તે પહેલા જશવંતસિંહ ભાભોરે કબીર મંદિરે જઈ દર્શન કર્યા હતા. તેમજ માતા-પિતાને મોઢું મીઠું કરાવીને આશીર્વાદ લીધા હતા. જશવંત સિંહ ભાભોરે ભમરેચી માતાના પણ દર્શન કર્યા હતા.

જેનીબેન ઠુમ્મર આજે શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે
ધારાસભ્ય અનંત પટેલને કોંગ્રેસે વલસાડ લોકસભાના ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા બાદ આજે ચૈત્ર માસના પવિત્ર આઠમના દિવસે અનંત પટેલ ઉનાઈ ખાતે આવેલા યાત્રાધામમાં ઉષ્ણ અંબાના તેમજ હાલમાં સ્વર્ગવાસી માતાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા બાદ સમર્થકો સાથે વલસાડ જવા રવાના થયા હતા. વલસાડ-ડાંગ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આજે ઉમેદવારી નોંધાવશે. વલસાડ કોંગ્રેસ કાર્યાલય બહાર જંગી સભાને સંબોધન કરશે. વલસાડ કોંગ્રેસ કાર્યાલયથી શહેરના મુખ્ય માર્ગો ઉપર શક્તિ પ્રદર્શન સાથે વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી સામે ઉમેદવારી ફોર્મ ભરશે. અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરશે.

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કુળદેવીના આશિર્વાદ લીધા
પ્રથમ સવારે 10-30 વાગે સ્નેહ મિલન યોજાશે. જેમાં જિલ્લામાંથી કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે 12-39 એ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ રજૂ કરશે.ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા કુળદેવીના આશિર્વાદ લીધા હતા. પોતાના વતન કુકાવાવના વાવડી ગામ ખાતે ઠુમર પરિવારના કુળદેવી માતાજીના મંદિર પર ધ્વજા ચડાવી પૂજન કર્યું હતું. વાવડી ગામના લોકોએ વડીલોએ કુમકુમ તિલક કરી જેની બેનને આશીર્વાદ આપ્યા હતા. કુળદેવી મંદિર પરિસરમાં શાસ્ત્રોક્ત વિધિથી સજોડે વિજય યજ્ઞ કર્યો હતો.આજે જશુભાઈ રાઠવા પોતાનું ઉમેદવારી પત્ર ભરવા ભાજપ કાર્યાલયથી ભવ્ય રેલી કાઢીને સેવા સદન જશે અને પોતાના હજારો સમર્થકોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરશે.

આ પણ વાંચોઃપ્રચંડ શક્તિપ્રદર્શન સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યાંઃ કોંગ્રસના ગેનીબેન ભીડ જોઈને રડી પડ્યાં

Back to top button