LRD 2022ના ઉમેદવારો ફરીથી પોતાની માંગો લઈને સત્યાગ્રહ છાવણી પહોંચ્યા


ગુજરાત સરકારની યુવાનોને નોકરી આપવાની મોટી મોટી વાતો ખોટી પડી રહી છે ત્યારે આજ રોજ ગાંધીનગર ખાતે LRD ના ઉમેદવારો પોતાની માંગો સાથે સત્યાગ્રહ છાવણી ખાતે આવ્યા હતા જ્યાં તેઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. છેલ્લા ત્રણ ચાર મહિનાથી સરકાર આગળ આજીજી કરતાં આ ઉમેદવારો નું કોઈ સાંભળતું ન હોવાને કારણે આજ રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો : ગુજરાતને નવા ડીજીપી મળે તે પહેલા IPS અધિકારીઓના પ્રમોશનના એંધાણ
ગુજરાત સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં ઉમેદવારોને ફક્ત નિરાશ જ મળી છે. ગુજરાત સરકાર પૂર્ણ બહુમતી ની સરકાર હોવાને કારણે ક્યાંક અભિમાન માં રહી આ ઉમેદવારો સાથે અન્યાય કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. ત્રણ થી 4 મહિના થી LRD ના કોમન ઉમેદવારો નું નિરાકરણ કરવા માંગ કરી રહ્યા હતા. ગુજરાતમાં થયેલા વિકાસની તો ફક્ત ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઊભી થઈ છે ત્યારે સરકારે આવા ઉમેદવારો અને યુવાનો માટે પણ એવો દાખલો બેસાડવો જોઈએ કે ગુજરાતનાં યુવાનોને પોતાની માંગો માટે કોઈ આંદોલન ન કરવા પડે અને સરકાર અથવા તો સરકારના પ્રતિનિધિઓ સાથે સીધી વાત કરી શકે અને તેનું નિવારણ થઈ શકે.
આ પણ વાંચો : વલસાડ : માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટાચારી ઇજનેરને પકડી પાડતી એસીબી
PSI, બિન સચિવાલય, MPHW, સિનિયર ક્લાર્ક, નાયબ હિસાબનિસ, હેડ ક્લાર્ક 2017 અને 2019 ના LRD ભરતીના 2022માં 800 જેટલા કોમન ઉમેદવાર છે જેના નિરાકરણ કરવા માટે અનેક વખત માંગ કરાઈ છે છતાં બહેરી સરકાર આ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અન્યાય કરી રહી છે ત્યારે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ફરીથી ઉમેદવારો પોતાની માંગો લઈને સરકાર પાસે શાંતિથી માંગ કરી રહ્યા હતા ત્યાં પોલીસે તેમની અટકાયત કરી લીધી.