- લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ
- ચૂંટણીપંચની માર્ગદર્શિકાને ધ્યાને લેવામાં આવી હતી
- રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નથી
લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે. જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા ઉમેદવાર માટે ખર્ચના દર નક્કી કરવા બેઠક યોજી હતી. તેમાં ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચૂંટણી પંચ દ્વારા માર્ગદર્શિકા અપાઈ છે. તેમજ રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નથી.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં જાણો કેમ તાપમાનમાં થઇ રહ્યો છે ફેરફાર
ચૂંટણીપંચની માર્ગદર્શિકાને ધ્યાને લેવામાં આવી હતી
લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે ઉમેદવારો માટેના ખર્ચના દર નક્કી કરવા માટે બેઠક મળી હતી. ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાનાર ચીજવસ્તુઓના ભાવ નક્કી કરવા ચૂંટણીપંચની માર્ગદર્શિકાને ધ્યાને લેવામાં આવી હતી. આ વખતે ચીજવસ્તુઓના ભાવમાં ઉમેદવારોને ચોક્કસપણે મોંઘવારી નડશે તેવું બેઠક પર થયેલી ચર્ચા પરથી લાગી રહ્યું છે. બીજી બાજુ સૌથી મહત્વની બાબત એ છે કે, કોઈપણ રાજકીય પક્ષ દ્વારા તેમના ઉમેદવારો માટે ખર્ચની કોઈ મર્યાદા નથી નક્કી કરાતી, ઉપરાંત ચૂંટણી ખર્ચની જે મર્યાદા આપવામાં આવે છે, તે કરતાં ખર્ચ કયાંયે આભે પહોંચી જતો હોય છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા બે દિવસ ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન, ગુજરાતથી ધારાસભ્યો, સાંસદ હાજર
લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ
લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા નિત નવી સૂચનાઓ આપવામાં આવી રહી છે. તે પ્રમાણે જિલ્લા કલેક્ટર બેઠકો યોજી રહ્યા છે. નોડેલ અધિકારીઓને લઈને બેઠક યોજવામાં આવી હતી. ચીજવસ્તુઓના દર નક્કી કરવા માટેની બેઠક યોજવામાં આવી હતી. નોંધનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં 18મી લોકસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. ગત વખતની જેમ આ વખતે પણ તબક્કાવાર મતદાન યોજાઈ શકે છે. વર્ષ 2019માં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન 19મેના રોજ યોજાયું હતું. ગુજરાતમાં ગત વખતે ત્રીજા તબક્કામાં 26 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા મતદારયાદી તૈયાર કરી દેવામાં આવી છે. નોડેલ અધિકારીઓની ટીમ પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ ટીમોએ કઈ રીતે ચૂંટણીલક્ષી કામગીરી કરવાની રહેશે તે અંગે પણ સમજ આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટની પરિણીતા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિકે દેહવિક્રયના ધંધામાં ધકેલી
ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી
સૌથી મહત્વની બાબતમાં એકબીજાના સંકલનમાં રહીને કામ કરવા પર જિલ્લા કલેક્ટર એમ.કે.દવે દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે, જે સૌથી મહત્વની બાબત છે. બેઠકમાં ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા ઉપયોગ કરાતી ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચર્ચા થઈ હતી. ચીજવસ્તુઓના દર નક્કી કરવા ચૂંટણીપંચ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે. નાયબ ચૂંટણી અધિકારી પાર્થ કોટડીયાએ ઉમેદવારોના ખર્ચ અંગે જરૂરી વિગતો આપી હતી.