આજે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે સુરતના B-CAG ગ્રુપના કેન્સર સર્વાઈવરોએ રેમ્પ વોક કર્યું
4 ફેબ્રુઆરીને વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકોમાં કેન્સર વિષે જાગૃતતા કેળવવા કેન્સર થતું અટકાવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતુ હોય છે. ત્યારે આજે કેન્સર જાગૃતિ ફેલાવવા સુરતના B-CAG ગ્રુપના કેન્સર સર્વાઈવરોએ IDTના વિદ્યાર્થીઓ સાથે રેમ્પ વોક કર્યું હતું.
B-CAG ગ્રુપના કેન્સર સર્વાઈવરોએ રેમ્પ વોક કર્યું
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી બી-કેગ (બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ) ના સહયોગથી સુરત સ્થિત એક જાણીતી ડિઝાઇનિંગ સંસ્થાએ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે આસ ફેશન શોનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સંસ્થાએ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા અને તેની સામે કેવી રીતે લડવું તે માટે જાગૃતિ સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં B-CAG ગ્રુપના કેન્સર સર્વાઈવરોએ IDTના વિદ્યાર્થીઓ સાથે રેમ્પ વોક કરીને કેન્સર જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
સુરતના 7 શક્તિશાળી કેન્સર લડવૈયાએ ફેશન શોમાં ભાગ લઈ કેન્સર જાગૃતિનો આપ્યો સંદેશ#Surat #BCAGGroup #IDTSurat #cancerday2023 #CancerAwareness #fashionshow #Breastcancer #WorldCancerDay pic.twitter.com/OTmazIFsZG
— Hum Dekhenge News (@humdekhengenews) February 4, 2023
સુરતના 7 શક્તિશાળી કેન્સર લડવૈયાએ લીધો ભાગ
આ કાર્યક્રમમાં સુરતના 7 શક્તિશાળી કેન્સર લડવૈયા, બીના ભગત, આંચલ પોદ્દાર ખુશમન નગર, એમ, મીના ધાનુકા અને પૂનમ શારદાએ જાગૃતિ વોકમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે પૂનમ શારદાએ જાગૃતિનો સંદેશ આપતા જણાવ્યુ હતુ કે તેમણે લક્ષ્ય રાખ્યું હતું કે તેમણે જે વેદના અને અજાગૃતિનો સામનો કરવો પડ્યો છે, તેનો સામનો અન્ય કોઈએ કરવો ન જોઈએ. અને આ પહેલ “યસ આઈ કેન ડુ ઈટ” ના ઉદ્દેશ્ય સાથે લોકોને પ્રેરણા આપવા માટે શરુ કરાઈ હતી. આ સાથે તેમણે કેન્સર માટેના જવાબદાર કારણો જણાવ્યા હતા અને અને તેને કેવી રીતે અટકાવી શકાય તે બાબતે માહીતી આપી હતી.
આ પણ વાંચો : ભારતના ટોપ સ્પિનરનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયાએ લીધી આ ગુજ્જુ ખેલાડીની મદદ