ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળશે આ વિશેષ સારવાર

Text To Speech
  • યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર
  • સાઈક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષમાં પૂરો થશે
  • 70 કરોડની ફાળવણીનો નિર્ણય, વર્ષે 16 હજાર દર્દીને લાભ

ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ શરૂ કરવા માટે રાજ્ય સરકારે 70 કરોડની ફાળવણી કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં મળેલી આરોગ્ય વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય ઉપરાંત આરોગ્ય સેવાઓને લઈ અન્ય નિર્ણય લેવાયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: FSIમાં જૂના જમીનમાલિકોને ફાયદો નહિ, AMCએ કર્યો આ નિર્ણય 

યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સર રોગના નિદાન તેમજ સારવાર

સાયક્લોટ્રોન પ્રોજેક્ટ અંતર્ગત રેડિયો એક્ટિવ પદાર્થનું ઉત્પાદન કરવામાં આવશે અને તેનો ઉપયોગ યુટિલિટી બિલ્ડિંગની અંદર કેન્સરના રોગના નિદાન તેમજ સારવાર માટે થઈ શકશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ખાતે આ પ્રોજેક્ટ શરૂ થવાથી વધુ પ્રમાણમાં ઉત્પાદન ક્ષમતા સાથે જ્યારે જોઈએ ત્યારે રેડિયો એક્ટિવ પદાર્થ મળી શકશે. દર્દી દીઠ તપાસમાં પણ ઓછો ખર્ચ આવશે.

સાઈક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષમાં પૂરો થશે

સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ અને તેની સુસંગત વ્યવસ્થા માટે એક હજાર સ્કવેર મીટર જગ્યાની જરૂરિયાત સાઈક્લોટ્રોન બંકર બનાવવા તથા બેઝમેન્ટ સહિત પાંચ માળના યુટિલિટી બિલ્ડિંગ નિર્માણ માટે એક હજાર સ્કવેર મીટરની જગ્યાની જરૂરિયાત રહેશે. સાઈક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીનનો પ્રોજેક્ટ અંદાજે બે વર્ષમાં પૂરો થશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, કેટલાક મોલેક્યુલસ એવા હોય છે જેની હાફ લાઈફ થોડી મિનિટો માટે હોય છે, સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ હેઠળ મશીન ઉપલબ્ધ થવાથી કોઈ પણ તપાસ જ્યારે પણ કરવાની હશે ત્યારે કરી શકાશે.

Back to top button