અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

પોલીસ વિભાગમાં ASI કેડરની સીધી ભરતી રદ, ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કર્યો

Text To Speech

ગાંધીનગર, 03 ઓગસ્ટ 2024, ગુજરાતમાં કેટલાક દિવસોથી અધિકારીઓની બદલી કરવી અને પોસ્ટિંગ આપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં તાજેતરમાં જ સાગમટે 18 IAS અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જ્યારે 8 IPS અધિકારીઓને પોસ્ટિંગ અપાયું હતું. ત્યાર બાદ બિન હથિયારી 233 PSIને હંગામી ધોરણે PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં બિન હથિયારી ASI સંવર્ગની સીધી ભરતી રદ કરવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે.

ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી
ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યુ છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-૩)ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.

30 ઓગસ્ટ સુધી કાર્યવાહી પૂર્ણ કરવા સૂચના
રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી ASI સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જીલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી ASI (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ 30 ઓગસ્ટ 2024 સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃરાજ્ય સરકારનો નિર્ણયઃ હવેથી PSI અને PIની આ પ્રકારે બદલી કરી શકાશે નહીં

Back to top button