ઉત્તર ગુજરાતકૃષિખેતીગુજરાત

બનાસકાંઠાઃ કેનાલમાં ગાબડું પડતાં 25 એકર જમીનનો પાક ધોવાયો, ખેડૂતોની રાવ

Text To Speech

બનાસકાંઠાઃ (Banas kantha)કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.(Canal)કેનાલ તૂટતાં જ 25 એકર જેટલી જમીનમાં પાકને નુકસાન થયું છે. (water in farm)ખેડૂતોએ સરકાર પાસે સરવે કરીને સહાય આપવાની માંગ કરી છે. (Crop loss) સીપુ ડેમથી ડીસા તાલુકાના વિઠોદર જતી કેનાલમાં પાંચ મહિના અગાઉ જ રીપેરીંગનું કામ કરવામાં આવ્યું હતું. (farmer demand relief)2017 બાદ પ્રથમ વાર પાણી કેનાલમાં છોડવામાં આવતાની સાથે જ કેનાલ કાગળની જેમ ધોવાઈ ગઈ છે.

ખેડૂતોએ 25 એકરમાં પાકોનું વાવેતર કર્યું હતું
સીપુ ડેમથી ડીસા તાલુકાના વિઠોદર જતી કેનાલમાં પાંચ મહિના અગાઉ જ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. 2017 બાદ આ કેનાલમાં પ્રથમ વાર પાણી છોડાતા મોટું ગાબડું પડ્યું હતું. જેના કારણે ખેતરમાં ખેડૂતોની ઘરવખરી અને વાવેલા પાકને નુકસાન પહોંચ્યું છે. રવિ પાકની સીઝન હતી અને રવિ પાકોનું વાવેતર થયું હતું. મોંઘા બિયારણ, મજૂરી, ખેડાઈ સહિતની ખેડૂતોએ 25 એકરમાં પાકોનું વાવેતર કર્યું હતું અને તમામ પાકોનો સફાયો થયો છે જેને લીધે ખેડૂતોની માગણી છે કે સર્વે થાય અને સહાય આપવામાં આવે.

ખેડૂતોના ઘર અને ખેતરમાં પાણી ફરી વળ્યા
ખેડૂતોનું કહેવું છે કે, પાંચ મહિના પહેલાં જ આ કેનાલનું રીપેરિંગ કામ થયું હતું. એમાં હલકી ગુણવત્તાવાળું કામ થતાં આ સ્થિતિ ઊભી થઈ છે. સીપુમાંથી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું હતું ત્યારે જે પ્રકારે આ કેનાલ ઓવરફ્લો થવાની તૈયારી હતી અને ખેડૂતોએ તંત્રને જાણ કરી હતી કે આ પાણીને રોકવામાં આવે પરંતુ બેદરકારીને કારણે આ પાણી ન રોકાયું અને જેને કારણે કેનાલમાં ગાબડું પડી અને ખેડૂતોના ઘર અને ખેતરમાં પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચોઃ દાહોદઃ પોલીસ સ્ટેશનમાં હોબાળો કરનાર 400 સામે રાયોટિંગનો ગુનો, 30ની ધરપકડ

Back to top button