ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનવર્લ્ડવીડિયો સ્ટોરી

પંજાબી ગાયક દિલજીત દોસાંજનો કોન્સર્ટ જોવા અચાનક કેનેડાના PM ટ્રુડો પહોંચ્યા, જૂઓ વીડિયો

  • વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને દિલજીત દોસાંઝ ઓન્ટારિયોના રોજર્સ સેન્ટર સ્ટેડિયમમાં થયેલી મુલાકાતનો વીડિયો વાયરલ 

ટોરેન્ટો, 15 જુલાઇ: કેનેડાના PM જસ્ટિન ટ્રુડો પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટની અચાનક મુલાકાતે પહોંચ્યા હતા. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને દિલજીત દોસાંઝ ઓન્ટારિયોના રોજર્સ સેન્ટર સ્ટેડિયમમાં ઇવેન્ટના કલાકો પહેલાં સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ નાનકડી મીટિંગનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ આ મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યો છે. પંજાબી ગાયકે લખ્યું કે, ‘વિવિધતા કેનેડાની તાકાત છે.’

 

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પંજાબી ગાયક દિલજીત દોસાંજને મળવા કેનેડાના ઓન્ટારિયોમાં આવેલા રોજર્સ સેન્ટર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમણે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘શો પહેલા દિલજીત દોસાંજને શુભેચ્છા આપવા રોજર્સ સેન્ટરમાં પહોંચ્યો. કેનેડા એક મહાન દેશ છે. જ્યાં પંજાબથી આવનાર વ્યક્તિ ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. વિવિધતા એ કેનેડાની એકમાત્ર તાકાત નથી. આ એક સુપર પાવર છે.

જ્યારે પંજાબી સિંગર દિલજીત દોસાંઝે લખ્યું કે, ‘વિવિધતા કેનેડાની તાકાત છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઈતિહાસ રચાતા જોવા આવ્યા હતા. અમારી બધી ટિકિટો રોજર્સ સેન્ટરમાં વેચાઈ ગઈ હતી.’ આ વીડિયોના અંતમાં જોઈ શકાય છે કે ગ્રુપ દિલજીત દોસાંઝ અને PM ટ્રુડો સાથે એકત્ર થાય છે અને કહે છે, ‘પંજાબી આ ગયે ઓય.’ આ પહેલા પણ દિલજીતે શેર કરેલા વીડિયોમાં રોજર્સ સેન્ટરમાં એકઠી થયેલી ભીડ જોવા મળે છે. તાજેતરમાં જ દિલજીત અમેરિકાના ફેમસ ટોક શો ધ ટુનાઈટ શો વિથ જીમી ફેલોનમાં પહોંચ્યો હતો.

દિલજીત દોસાંઝ વિશે જાણો 

ઉલ્લેખનીય છે કે, દિલજીત ખૂબ જ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય કલાકાર બની ગયો છે. તાજેતરમાં તેણે જીમી ફેલોનના ‘ધ ટુનાઈટ શો’માં પરફોર્મ કર્યું હતું, જે એક મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ માનવામાં આવે છે. દિલજીતે કોચેલ્લામાં પણ પરફોર્મ કર્યું હતું અને તેની પંજાબી ફિલ્મ ‘જટ્ટ એન્ડ જુલિયટ 3’ નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

‘જટ્ટ એન્ડ જુલિયટ 3’ની વાત કરવામાં આવે તો નીરુ બાજવા સાથેની દિલજીત દોસાંજની આ ફિલ્મે 15 દિવસમાં 86 કરોડ રૂપિયાથી વધુની કમાણી વિશ્વભરમાં કરી છે. અત્યાર સુધીમાં, દિલજીતની આ ફિલ્મ ‘કેરી ઓન જટ્ટા 3’ પછી ભારતની બીજી સૌથી વધુ કમાણી કરનાર પંજાબી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ હવે રૂ. 100 કરોડનો ટાર્ગેટ વટાવી ચૂકી છે અને નંબર 1 ભારતીય પંજાબી ફિલ્મ બનવા તરફ ઝડપથી આગળ વધી રહી છે.

આ પણ જૂઓ: ટ્રમ્પ પર હુમલા બાદ પ્રમુખ જો બાઈડનનો અમેરિકાના લોકોને સંદેશ, જાણો શું કહ્યું

Back to top button