કેનેડા હવે આ ક્ષેત્રના લોકોને PR આપશે, શું ભારતીયો માટે ઉમદા તક આવી? જાણો

- કેનેડા એન્જિનિયરો અને ડોક્ટરોને બદલે સુથારો અને પ્લમ્બરોને પીઆર કેમ આપી રહ્યું છે, ભારતીય વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થશે?
ઓટ્ટાવા, 22 માર્ચ, 2025: How to get PR in canada કેનેડાએ કાયમી નિવાસ (PR) સંબંધિત નવા નિયમો જાહેર કર્યા છે. આ કારણે ભારતીયો સહિત વિદેશી ઉચ્ચ શિક્ષિત લોકો માટે કેનેડામાં સ્થાયી થવું મુશ્કેલ બન્યું છે. ભારતીયોની સમસ્યાઓ સૌથી વધુ વધી છે કારણ કે તેઓ મોટી સંખ્યામાં કેનેડામાં કામ કરવા જાય છે. જોકે, તેની સામે કેનેડા દ્વારા નવા કાયમી નિવાસ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
વડાપ્રધાન બદલાયા બાદ કેનેડા દ્વારા જાહેર કરાયેલો નવો પીઆર પ્રોગ્રામ અમુક ક્ષેત્રના વિદેશી કામદારોને દેશમાં સરળતાથી સ્થાયી થવાની મંજૂરી આપશે. સૌથી સારી વાત એ છે કે આ કાર્યક્રમ એટલા માટે લાવવામાં આવ્યો છે કારણ કે અમુક ક્ષેત્રોમાં કામદારોની અછત છે. કેનેડામાં સામાન્ય રીતે જ્યારે કામદારોની અછત હોય ત્યારે જ ક્ષેત્રવાર પીઆર કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે.
મીડિયા અહેવાલ મુજબ, નવી કેનેડિયન સરકારે બાંધકામ કામદારો માટે કાયમી નિવાસ કાર્યક્રમ રજૂ કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા કુશળ બાંધકામ કામદારોને દેશમાં બોલાવીને આવાસ સંકટને ઉકેલવાની યોજના છે. આ કાર્યક્રમ દ્વારા સરકાર કેનેડામાં ગેરકાયદે રીતે રહેતા લગભગ 6000 બાંધકામ કામદારોને PR આપશે, જ્યારે 14000 વિદેશી કામદારોને કાયમી રહેઠાણ આપવામાં આવશે. કામચલાઉ વિદેશી કામદારો (TFWs) ને પણ અભ્યાસ પરમિટ વિના એપ્રેન્ટિસશીપ કાર્યક્રમોમાં નોંધણી કરાવવાની મંજૂરી આપવામાં આવશે.
હાલના સંજોગોમાં ઘણા વિદેશી કામદારો સ્ટડી પરમિટ વિના બાંધકામ, આરોગ્યસંભાળ જેવાં ક્ષેત્રોમાં એપ્રેન્ટિસશીપ કરી શકતા ન હતા. સરળ શબ્દોમાં કહીએ તો આ કાર્યક્રમ દ્વારા બાંધકામ કામદારોને સીધા કેનેડામાં PR મળશે, પછી ભલે તેઓ દેશમાં હોય કે વિદેશથી કામ કરવા માટે આવતા હોય. ઘણા વિદેશી વિદ્યાર્થીઓ બાંધકામ ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છે. અહેવાલ અનુસાર એવા લોકોની વર્ક પરમિટ સમાપ્ત થઈ ગઈ હશે અથવા સમાપ્ત થવાની તૈયારીમાં હશે. આ વિદ્યાર્થીઓ પાસે આ નવા કાર્યક્રમ દ્વારા કેનેડામાં પીઆર મેળવવાનો વિકલ્પ પણ હશે.
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD
https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw
https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o
મૂળ મુદ્દો એ છે કે, કેનેડા હાલમાં રહેઠાણની અછતનો સામનો કરી રહ્યું છે. લોકોને રહેવા માટે પૂરતાં ઘરો નથી. આવી સ્થિતિમાં સરકારે 2030 સુધીમાં 10 લાખ નવાં ઘરો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જોકે, કેનેડામાં કુશળ મજૂરોની અછત પણ છે, ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં. આવી સ્થિતિમાં સરકાર માટે ઘરોનું લક્ષ્ય હાંસલ કરવું શક્ય નથી. આ જ કારણ છે કે અત્યારે કેનેડાની સરકારને ડોક્ટર-એન્જિનિયરોની નહીં પણ સુથાર-પ્લમ્બરની જરૂર છે. હાલમાં બાંધકામ ઉદ્યોગમાં કામ કરતા 23% કામદારો વિદેશી છે. આમાંના ઘણા વિદ્યાર્થીઓ છે, જ્યારે દેશમાં ગેરકાયદે રીતે રહેતા લોકોની સંખ્યા પણ મોટી છે.
આ નવા પીઆર ગ્રાન્ટિંગ પ્રોગ્રામને રજૂ કરવાનો હેતુ મજૂરોની અછત ઘટાડવાનો અને દેશમાં કુશળ કામદારો લાવવાનો છે. પીઆર પ્રોગ્રામ વિદેશી કામદારોને કાયદેસર રીતે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપશે. બાંધકામ ક્ષેત્રમાં TFWs ને એપ્રેન્ટિસશીપ કાર્યક્રમો હાથ ધરવાની મંજૂરી આપીને સરકારે વિદેશી કામદારો માટે તાલીમ અને અનુભવ મેળવવાના રસ્તા ખોલ્યા છે.
ભારતીયોને કેવી રીતે ફાયદો થશે?
કેનેડિયન બાંધકામ ક્ષેત્રમાં પહેલેથી જ કામ કરી રહેલા ભારતીયોએ ચોક્કસ માપદંડ પૂરા કરવા આવશ્યક છે. આમ કરવાથી તેઓ નવા કાર્યક્રમ હેઠળ કાયમી રહેઠાણ માટે અરજી કરવા પાત્ર બનશે. ભારતીય વિદ્યાર્થીઓ સિવિલ એન્જિનિયરિંગ ટેકનોલોજી, બાંધકામ, સુથારીકામ, ઈંટ બિછાવવી, પ્લમ્બિંગ, છત બાંધકામ, શીટ મેટલ જેવી નોકરીઓ કરી રહ્યા છે. આ લોકો પાસે હવે પીઆર મેળવવાનો વિકલ્પ રહેશે.
વર્તમાન સમયમાં કેનેડાનું ધ્યાન મુખ્યત્વે કુશળ કામદારો પર છે, જેનો અર્થ એ છે કે જે લોકો એપ્રેન્ટિસશીપ દ્વારા ઔપચારિક તાલીમ મેળવે છે તેમને એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ, પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) અથવા બાંધકામ કામદારો માટેના નવા PR પ્રોગ્રામ જેવા કાર્યક્રમો દ્વારા કાયમી રહેઠાણ માટે અરજી કરવામાં ફાયદો થશે. આમ પણ કેનેડામાં કુશળ કામદારોની ખૂબ માંગ છે, ખાસ કરીને બાંધકામ ક્ષેત્રમાં.
આ પણ વાંચોઃ સુરતની હોસ્પિટલની ગંભીર બેદરકારી: અજાણી મહિલા નવજાત બાળકીને થેલામાં નાખી ફરાર