એજ્યુકેશનવર્લ્ડ

કેનેડામાં નોકરી કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન

Text To Speech

અભ્યાસ માટે કેનેડા જનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મહત્વની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ભારતમાં આવેલા કેનેડીયન હાઈકમિશને વિદ્યાર્થીઓને કેનેડેમાં અભ્યાસની સાથે કામ કરવા અંગે મહત્વની જાણકારી આપી છે.

કમિશને જણાવ્યું છે કે, ‘જો તમે આ શિયાળામાં કેનેડા જઈ રહ્યા છો તો એક બોર્ડર સર્વિસ ઓફિસર તમારા ડોક્યુમેન્ટ્સનો રિવ્યુ કરશે. તમારા DLIએ તમને મોડા આવવાની મંજૂરી આપેલી છે કે, તમને એક ડેફરલ મળ્યું છે તે સાબિત કરવા માટેના ડોક્યુમેન્ટ્સ દર્શાવવા માટે તૈયાર રહો.’

canada
canada

વધુમાં જણાવ્યું છે કે, ‘આ વસ્તુ ધ્યાનમાં રાખો કે, અમુક સ્ટડી પરમિટ્સમાં તમને કેનેડામાં કામ કરવાની મંજૂરી આપે છે પરંતુ તમે તમારા સ્ટડી પ્રોગ્રામ શરૂ થાય ત્યારે જ કામ કરવાની શરૂઆત કરી શકશો.’

દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા અભ્યાસ માટે જાય છે. ભારતીયોમાં કેનેડા જવાની ઘેલછા એ હદે વધી ગઈ છે કે, તે વિદેશમાં જઈને અભ્યાસ કરવા માટેનું બીજા નંબરનું સૌથી વધુ પસંદગીનું ડેસ્ટિનેશન બની ગયું છે.

કમિશને પોતાના ત્યાં આવનારા વિદ્યાર્થીઓને એ વાત સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે, તેઓ ડોક્યુમેન્ટ્સ દ્વારા એ વાત સાબિત કરે કે, તેમની યુનિવર્સિટી અથવા તો કોલેજે તેમને મોડા આવવા માટે મંજૂરી આપેલી છે. તે સિવાય વિદ્યાર્થીઓને તેમના કોર્સની તારીખોમાં ફેરફારની જાણકારી આપવામાં આવી છે.

students
students

આ વિદ્યાર્થીઓને મળશે કામની મંજૂરી

કેનેડા ઈમિગ્રેશન ગાઈડલાઈન્સ પ્રમાણે વિદ્યાર્થીઓને ઓફ કેમ્પસ કામ કરવાની મંજૂરી ત્યારે જ મળશે જ્યારે તેમણે કોઈ નિર્ધારિત શિક્ષણ સંસ્થામાં ફુલ ટાઈમ વિદ્યાર્થી તરીકે એનરોલ કરાવેલું હશે. તે સિવાય પોસ્ટ સેકન્ડરી એકેડમીક, વોકેશનલ કે પ્રોફેશનલ ટ્રેઈનિંગ પ્રોગ્રામમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને પણ કામ કરવાની મંજૂરી મળશે. જ્યારે સ્ટડી વિઝામાં દર્શાવાયેલા નિયમો પ્રમાણે સેકન્ડરી લેવલ વોકેશનલ ટ્રેઈનિંગ પ્રોગ્રામ (માત્ર ક્યુબેક)માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને ઓફ કેમ્પસ કામ કરવાની મંજૂરી મળશે.

અહીં એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે, વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલો કોર્સ ઓછામાં ઓછો 6 મહિનાનો હોવો જોઈએ. આ કોર્સ ડિગ્રી, ડિપ્લોમા કે પછી સર્ટિફિકેટમાંથી કોઈ પણ હોઈ શકે છે. કોર્સની જરૂરિયાત સિવાય ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પાસે કેનેડામાં કામ કરવા માટે સોશિયલ ઈંશ્યોરન્સ નંબર પણ હોવો જોઈએ.

Back to top button