નિજ્જર વિવાદ બાદ ભારતમાંથી કેનેડાએ પોતાના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા
- રાજદ્વારીઓને બોલાવવાની કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ આપી માહિતી
- ભારતનું આ પગલું અયોગ્ય છે, કેનેડા બદલો લેશે નહીં : કેનેડાના વિદેશ મંત્રી
- ભારત સરકારના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરને જૂનમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા આ હત્યાનો આરોપ ભારત પર મૂકવામાં આવ્યો હતો. જેથી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જેને પગલે બંને દેશો દ્વારા એકબીજાના રાજદ્વારીઓને છૂટ્ટા કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં ભારતના આદેશને કારણે કેનેડાએ ભારતમાં હાજર તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ ગુરુવારે રાજદ્વારીઓને બોલાવવાની માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારતનું આ પગલું અયોગ્ય છે અને કેનેડા બદલો લેશે નહીં.
કેનેડા ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનું કહેશે નહીં
કેનેડાના વિદેશ પ્રધાનની વળતી કાર્યવાહીનો અર્થ ભારતીય રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપવાનો છે. વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. રાજદ્વારીઓને કહેવામાં આવ્યું હતું કે, જો તે આમ નહીં કરે તો તેનો રાજદ્વારી દરજ્જો રદ કરી દેવામાં આવશે. વિદેશ મંત્રી કહ્યું કે, રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
Amid India-Canada diplomatic tensions, Canadian Foreign Minister Melanie Joly says “As of now, I can confirm that India has formally conveyed its plan to unethically remove diplomatic immunities for all but 21 Canadian diplomats and dependents in Delhi by October 20. This means… pic.twitter.com/tbqwk9Wv8u
— ANI (@ANI) October 20, 2023
વિદેશ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘ભારતની કાર્યવાહીથી અમારા રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે તેમને ભારતથી પાછા બોલાવ્યા છે. જો આપણે રાજદ્વારી પ્રતિરક્ષાના નિયમને તોડવા દઈએ તો દુનિયાનો કોઈ રાજદ્વારી સુરક્ષિત નહીં રહે. આ કારણોસર અમે ભારતની કાર્યવાહીનો કોઈ જવાબ આપવાના નથી. ભારત છોડી ગયેલા 41 રાજદ્વારીઓની સાથે 42 લોકો પણ છે જેઓ તેમના પરિવારના સભ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે શું જણાવ્યું ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “અમે 19 ઓક્ટોબર (ગુરુવારે) રાજદ્વારીઓ અંગે કેનેડા સરકાર દ્વારા આપવામાં આવેલા નિવેદન જોયું. ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા વધુ છે. તેઓ સતત આપણી આંતરિક બાબતોમાં દખલ કરે છે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે, “નવી દિલ્હી અને ઓટાવામાં પરસ્પર રાજદ્વારી હાજરીમાં સમાનતાની ખાતરી આપવામાં આવે છે. અમે છેલ્લા મહિનાથી કેનેડિયન પક્ષ સાથે આ વિશે વાત કરી રહ્યા છીએ. આ સમાનતાને લાગુ કરવાની દિશામાં અમારું પગલું યોગ્ય છે, અમે જે કર્યું તે વિયેના કન્વેન્શનની કલમ 11.1 હેઠળ છે. તેથી, અમે આને આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘન તરીકે દર્શાવવાના કોઈપણ પ્રયાસને નકારીએ છીએ.”
Parity in Canadian diplomatic presence in India:https://t.co/O1fqsrOx8n pic.twitter.com/WxJojOrr5D
— Arindam Bagchi (@MEAIndia) October 20, 2023
ભારત અને કેનેડા વચ્ચે વિવાદનું કારણ શું ?
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની આ વર્ષના જૂન મહિનામાં શહેરના એક ગુરુદ્વારામાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકોએ કેનેડા સરકાર પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. તેણે કહ્યું કે, આ હત્યામાં ભારતનો હાથ છે. આ પછી સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સંસદમાં આવ્યા અને ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો. તેમજ ઓટાવામાં હાજર ભારતના ટોચના રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારતે ટ્રુડોના આ દાવાને નકારી કાઢ્યો હતો અને તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો હતો. આ પછી ભારતે પણ જવાબી કાર્યવાહી કરી અને કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. અહીંથી જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશની શરૂઆત થઈ હતી. આ પછી ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં સમાચાર આવ્યા કે ભારતે નવી દિલ્હીમાં હાજર 41 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું છે. ભારતમાં કેનેડાના કુલ 62 રાજદ્વારીઓ છે.
આ પણ જાણો :PM મોદીએ પેલેસ્ટિનના વડા સાથે વાત કરીને અલ અહલિ હોસ્પિટલ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી