કેનેડાએ આપ્યો મોટો ઝટકો, આ લોકોની પીઆર સ્પોન્સરશિપ કરી સ્થગિત
ટોરેન્ટો, તા. 4 જાન્યુઆરી, 2024: ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધ વણસેલા છે. આ દરમિયાન કેનેડાએ મોટો ઝટકો આપ્યો છે. કેનેડા દ્વારા માતા-પિતા અને દાદા-દાદીના પીઆર સ્પોન્સરશિપ હાલ સ્થગિત કરવાનો ફેંસલો લીધો છે. જેનાથી અનેક ગુજરાતીઓ અને ભારતીયોને મોટી અસર થશે.
ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલર દ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશ મુજબ, કેનેડાએ હાલના કેસોના બેકલોગને પતાવટ કરવા માતાપિતા અને દાદા-દાદીની પીઆર સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ સ્વીકારવાનું અસ્થાયી રૂપે બંધ કરી દીધું છે. કેનેડા ગેઝેટમાં પ્રકાશિત આ નિર્દેશ અનુસાર ફેમિલી રિયુનિયન માટે અમારી સરકાર પ્રતિબદ્ધ છે. પરંતુ ગયા વર્ષે માં આવેલી અરજીઓની પ્રક્રિયાને પ્રાથમિકતા આપે છે. મિલરે જણાવ્યું હતું કે આ નિર્ણય સરકારના વ્યાપક ઇમિગ્રેશન લક્ષ્યોને અનુરૂપ છે.
કામગીરીને સુવ્યવસ્થિત કરવા માટે નવી પીઆર સ્પોનસરશિપને અટકાવી દેવામાં આવી છે. ઇમિગ્રેશન લેવલ પ્લાનના ભાગરૂપે આગામી ત્રણ વર્ષમાં એકંદરે પ્રવેશ ઘટાડવાનો છે, સરકારનું લક્ષ્ય આ વર્ષે ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામ દ્વારા સબમિટ કરવામાં આવેલી 15,000 અરજીઓ સ્વીકારવાનું છે.
મિલર દ્વારા રજૂ કરાયેલા ઇમિગ્રેશન પરના 2024 ના વાર્ષિક અહેવાલ અનુસાર, 2023 ના અંત સુધીમાં 40,000 થી વધુ માતાપિતા અને દાદા-દાદીની સ્પોન્સરશિપ અરજીઓ બાકી હતી. અહેવાલમાં એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ અરજીઓ માટે સરેરાશ પ્રક્રિયા સમય હાલમાં 24 મહિનાનો છે.
એક સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પગલું ફેમિલી રિ યુનિયન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા જાળવી રાખીને બેકલોગને અસરકારક રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનાવશે. વર્ષ 2024 માં 20,500 અરજીઓ સ્વીકારવાના લક્ષ્ય સાથે આ કાર્યક્રમ હેઠળ અરજી કરવા માટે 35,700 રેન્ડમલી પસંદ થયેલા ઉમેદવારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ માતાના પ્રેમીએ સગીરાને દારૂ પીવડાવી બેલ્ટથી મારી ને પછી કર્યું આવું