ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડા પથ્થર યુગ તરફ! હેટ સ્પિચના જૂના કેસ શોધીને સજા કરવા કાયદો ઘડ્યો

Text To Speech
  • નવા બિલનો ઉદ્દેશ લોકોને “હેટ સ્પિચ” થી સુરક્ષિત કરવાનો છે

ઓટાવા, 8 મે: કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ઓનલાઈન હાર્મ્સ બિલ C-63 (Online Harms Bill C-63)નામનો ઓરવેલિયનનો નવો કાયદો રજૂ કર્યો છે, જે પોલીસને ભૂતકાળમાં કોઈએ કરેલી ‘હેટ સ્પિચ’ ઈન્ટરનેટ પરથી શોધવા અને સજા કરવાની સત્તા આપે છે. પોલીસ ‘હેટ સ્પિચ’ કરનારા અપરાધીઓની ધરપકડ શકે છે, ભલે તે ગુનો કાયદો અસ્તિત્વમાં આવ્યો તે પહેલાં થયો હોય.

આ બિલએ વિવાદનો મુદ્દો બનતો જઈ રહ્યો છે કારણ કે આ બિલનું વાસ્તવિક, આઘાતજનક અને અલાર્મિંગ પાસુંએ છે કે, કાયદો અસ્તિત્વમાં આવ્યા પહેલા એટલે કે ભૂતકાળમાં કરેલી હેટ સ્પિચ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જેનો મતલબ એવો થયો કે તમે જે કઈપણ ભૂતકાળમાં કહ્યું છે તેનો ઉપયોગ વર્તમાનમાં તમારી સામે હથિયાર તરીકે કરવામાં આવશે.

ઇલોન મસ્કે કેનેડિયન ઑનલાઇન હેટ સ્પિચ બિલ પર કરી ટિપ્પણી 

ટેસ્લાના CEO ઇલોન મસ્કએ કેનેડિયન કાયદા પર ટિપ્પણી કરી છે જેનો હેતુ ઑનલાઇન હેટ સ્પિચને કાબૂમાં લેવા અને દેશના લોકો, ખાસ કરીને બાળકો માટે મજબૂત ઑનલાઇન સુરક્ષા બનાવવાનો છે. મસ્કએ મંગળવારે એક સમાચાર લેખને રીટ્વીટ કર્યો હતો અને કહ્યું કે, “જો આ સચોટ\સાચું હોય તો આ પાગલપન(Insane) લાગે છે! @CommunityNotes, કૃપા કરીને તપાસો,”

કાયદા પર લોકોનિ પ્રતિક્રિયાઓ કેવી છે?

ઈતિહાસકાર ડૉ. મ્યુરિએલ બ્લેવે આ કડક કાયદા પર ભાર મૂક્યો છે, તેને સંપૂર્ણ રીતે “પાગલ(Mad)” તરીકે લેબલ કર્યું છે. તેણી નિર્દેશ કરે છે કે, તે તમામ પશ્ચિમી કાનૂની પરંપરાઓના ચહેરા પર શાબ્દિક રીતે કેવી રીતે થૂંકે છે. ઓનલાઈન એક્સ યુઝરે તાજેતરમાં શેર કર્યું હતું કે, તેમની પત્નીએ દરેક કેનેડિયન સાંસદને આ ચિલિંગ બિલ અંગે પત્ર લખ્યો હતો અને માત્ર એક સાંસદે જ તેનો જવાબ આપ્યો હતો. તેમણે MP રશેલ થોમસનો જવાબ પોસ્ટ કર્યો, જેને પગલે ઘણા લોકો હવે આ ચિંતાજનક મુદ્દાને સૌથી વધુ સમજદાર અને સારી રીતે રચાયેલ સારાંશ કહી રહ્યા છે.

આ પણ જુઓ: મેટ ગાલા પર ગુસ્સે થયા શેખર કપૂર: ગાઝામાં ભૂખી છોકરીની તસવીર ઝેન્ડાયા સાથે કરી શેર

Back to top button