ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીલાઈફસ્ટાઈલવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

સિમ કાર્ડ કે ઈન્ટરનેટ વગર વીડિયો જોઈ શકાશે? આવી રહી છે D2M ટેક્નોલોજી

નવી દિલ્હી, 17 જાન્યુઆરી : ‘ડાયરેક્ટ-ટુ-મોબાઇલ’ બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થશે. તે માટે કેન્દ્ર સરકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં મોબાઈલ યુઝર્સ સિમ કાર્ડ કે ઈન્ટરનેટ કનેક્શન વગર વીડિયો જોઈ શકશે. વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોન પર લાઇવ ટીવી ચેનલો પણ જોઈ શકશે. તેને ડાયરેક્ટ-ટુ-મોબાઇલ ટેક્નોલોજી (D2M ટેકનોલોજી) નામ આપવામાં આવ્યું છે, જેની ટ્રાયલ હાલમાં દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવી રહ્યું છે.

ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ટેકનોલોજી શું છે?

આ ટેક્નોલોજી કોઈપણ સક્રિય ઈન્ટરનેટ કનેક્શન વગર સ્માર્ટફોનમાં મલ્ટીમીડિયા સામગ્રીને ટ્રાન્સમિટ કરવામાં સક્ષમ છે. D2M નો ઉપયોગ કરીને, નેટવર્ક બેન્ડવિડ્થ પર દબાણ લાવ્યા વગર માહિતી સીધી વપરાશકર્તાઓના મોબાઇલ ફોન પર મોકલી શકાય છે. આનોઉપયોગ ઈમરજન્સી એલર્ટ જારી કરવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં મદદ કરવા માટે કરવામાં આવ્યો છે.

D2M ટેકનોલોજીનું 19 શહેરોમાં પરીક્ષણ

માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ એક બ્રોડકાસ્ટિંગ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ દેશના 19 શહેરોમાં ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ટેક્નોલોજી (D2M ટેક્નોલોજી)નું ટ્રાયલ કરવામાં આવશે. ગયા વર્ષે આ D2M ટેક્નોલોજીનું પરીક્ષણ કરવા માટે બેંગલુરુ, કર્તવ્ય પથ અને નોઈડામાં પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યા હતા.

ડાયરેક્ટ-ટુ-મોબાઈલ ટેકનોલોજીની વિશેષતા

સંચાર મંત્રાલયે D2M ટેક્નોલોજીની વિશેષતાઓને લઈને એક પત્ર જારી કર્યો છે, જે મુજબ તે મોબાઈલ-સેંટ્રિક અને સીમલેસ કન્ટેન્ટ ડિલિવરી, હાઈબ્રિડ બ્રોડકાસ્ટ, રિયલ-ટાઇમ અને ઑન-ડિમાન્ડ કન્ટેન્ટ અને ઇન્ટરેક્ટિવ સેવાઓ પ્રદાન કરવા માટે કામ કરશે.

D2M દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને મળશે વેગ

અપૂર્વ ચંદ્રાના મતે, દેશમાં 80 કરોડ સ્માર્ટફોન છે અને 69 ટકા કન્ટેન્ટ યુઝર્સ માટે ઍક્સેસિબલ વીડિયો ફોર્મેટમાં છે. વીડિયોના ભારે ઉપયોગને કારણે મોબાઈલ નેટવર્કમાં વિક્ષેપ પડે છે, જેના કારણે તે રોકાઈ-રોકાઈને પ્લે થાય છે. આ નવી ટેક્નોલોજીના આવવાથી આ સમસ્યાનો અંત આવશે. તેમજ, વીડિયો ટ્રાફિકના 25-30 ટકા D2M પર ટ્રાન્સફર કરવાથી 5G નેટવર્કમાં અવરોધ ઘટશે, જે દેશમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને વેગ આપશે. આ ઉભરતી ટેક્નોલોજી માટે 470-582 MHz સ્પેક્ટ્રમ અનામત રાખવા પર ભાર મૂકવામાં આવશે. D2M ટેક્નોલોજી દેશભરમાં લગભગ 8-9 કરોડ ટીવી ડાર્ક ઘરો સુધી પહોંચવામાં મદદ કરશે. દેશના 28 કરોડ ઘરોમાંથી માત્ર 19 કરોડ ઘરો પાસે જ ટેલિવિઝન સેટ છે.

D2M બ્રોડકાસ્ટિંગ કેવી રીતે કામ કરે છે?

D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી સાંખ્ય લેબ્સ અને IIT કાનપુર દ્વારા વિકસાવવામાં આવી છે. તે FM રેડિયોની જેમ જ કામ કરે છે. જે વીડિયો, ઓડિયો અને ડેટા સિગ્નલને સીધા મોબાઈલ અને સ્માર્ટ ઉપકરણો પર પ્રસારિત કરવા માટે ટેરેસ્ટ્રીયલ ટેલિકોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પબ્લિક બ્રોડકાસ્ટર્સ દ્વારા ફાળવવામાં આવેલા સ્પેક્ટ્રમનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચો : લો હવે નકલી કુરિયર કૌભાંડ પણ થાય છે! કેવી રીતે બચશો?

Back to top button